- અનમેરિકામાં કોરોનાનો કહેર
- છએલ્લા 24 કલાકમાં જ 76 હજારથી વધુ કેસો સામે આવ્યા
- સ્કુલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે શરુ નહી કરવામાં આવે
- આ સાથે યુએસમાં કોરોનાએ 4 મિલિયનનો આકંડો વટાવ્યો
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, અનેક દેશોમાં દિવસેને દિવસે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે,ત્યારે અમેરિકામાં છેલ્લા 1 દિવસમાં જ 76 હજાર 570 નવા કેસો નોંધાતા ચિંતા વ્યાપી છે,અમેરિકામાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જે ભારતની સરખામણી ઘણું વધારે કહી શકાય ,ત્યારે હવે અમેરિકામાં કોરોનાનો કુલ આકંડો 40 લાખ 32 હજાર 400 થી પણ વધુ થયો છે,જેમાં 1 લાખ 44 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે.
અમેરિકાના રાજ્યો ટેક્સાસ,કેલિફોર્નિયા,અલાબામા,ઈડાહો અને ફલોરિડામાં રોજ મોતની સંખ્યા વઘતી જાય છે,અહીં દર ત્રીજા દિવસે 1 હજારથી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવે છે,ત્યારે ગુરુવારના રોજ 1000થી વધુ લોકો મોતને ભેંટ્યા હતા.
જો અમેરિકામાં કોરોનાનું સંક્રમણ વધવાના સમયગાળાની વાત કરીએ તો,પહેલા 10 લાખ જેટલા કેસ આવતા અહીં 98 જેટલા દિવસ લાગ્યા હતા,પરંતુ ગંભીર સ્થિત ત્યારે સર્જાય છે કે જ્યારે માત્ર 16 જેટલા દિવસોમાં જ આ એક મિલિયનનો આંકડો 4 મિલિયનમાં પરીવર્તિત થયો.અટલે એમ કહી શકાય કે અમેરિકામાં વસવાટ કરતા દરેક 80 લોકોમાંથી એક વ્યક્તિ કોરોના સંક્રમિત છે.ત્યારે હવે રોજના વધતા કેસોના આંકડામાં એક એક દિવસે 2600 જેટલા કેસોનો વધારો થતો જાય છે,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા આ પહેલા સ્કુલ અને કોલેજો શરુ કરવા માટેની પરવાનગી આપી દેવામાં આવી હતી જેને લઈને તેમનું વલણ નરમ જોવા મળ્યું હતું ,પરંતુ હવે તેઓએ તેમનો વિચાર બદલ્યો છે,જેટલા પણ વધુ અસરકાર વિસ્તારો છે ત્યા સ્કુલ લાંબા સમય બાદ ખોલવામાં આવશે તેમ જણાવ્યું છે.જો કે આ નિર્યય તેમણે રાજય ગવર્નર પર નિર્ભર કર્યો હતો.ટ્રમ્પ દ્રારા દેશની ઈકોનોમિને પાટા પર લાવવા માટે અવાર નવાર શાળાઓ શરુ કરવાની વાતો કરવામાં આવી હતી,જેને લઈને તેમની અવગણના પર થઈ રહી હતી.જો કે વધતા જતા કોરોનાના કેસોને લઈને હવે શાળાઓ બંધ રખાશે.
સાહીન-