Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાને પગલે પ્રતિબંધ વધારાયાં, ખાનગી કંપનીઓની ઓફિસો બંધ રહેશે

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની લહેરને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ડીડીએમએ) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દિલ્હીમાં કોવિડ ઉપર કાબુ મેળવવા માટે અન્ય વધારે પગલાની જરૂર છે કે તે અંગે ડીડીએમએની બેઠક મળી હતી. આ સાથે જ દિલ્હીમાં નવા પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દિલ્હી તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.

દિલ્હીમાં નવા પ્રતિબંધ અનુસાર અત્યાર સુધી ખાનગી ઓફિસો 50 ટકા શ્રમતા સાથે ચાલી રહ્યાં છે પરંતુ હવે કેટલીક શ્રેણીમાં આવતી ઓફિસોને રાહત આપીને તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ખાનગી બેંક, જરૂરી સેવાઓ પુરી પાડતી કંપનીઓની કચેરીઓ, વીમા કંપની, ફાર્મા કંપનીઓની ઓફિસ, આરબીઆઈ દ્વારા નિયમિત સંસ્થાઓ, તમામ નોન બેંકિંગ ફાઈનેશિયલ કોર્પોરેશન, તમામ માઈક્રોફાઈનસ સંસ્થા, જો અદાલતો/ટ્રીબ્યુનલ અને કમિશનની કાર્યવાહી શરૂ થાય તો વકીલોની ઓફિસ અને કુરિયર સર્વિસને રાહત આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા તેના સંક્રમણને અટકાવવા માટે વિકએન્ડ કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે. બીજી તરફ દિલ્હી સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા દિલ્હીવાસીઓને સતત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા સંક્રમણને વધારે ફેલતો અટકાવવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે.

(PHOTO-FILE)