વર્લ્ડકપમાં હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં સુધીનો પ્રવાસ મુશ્કેલ, હવે તમામ મેચ જીવતી જરુરી
નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસીનો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે કારમો પરાજ્ય આપ્યો હતો. પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ પૈકી 3 મેચમાં હારી છે. હવે તેને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે આગામી મેચ રમવાની છે. જેથી વર્લ્ડકપમાં હવે સેમિફાઈનમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે.
પાકિસ્તાને વિશ્વ કપમાં જીત સાથે પ્રારંભ કર્યો હતો. વર્લ્ડકપની પ્રથમ મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને પરાજય આપ્યા બાદ શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમને કટ્ટર હરિફ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પરાજ્ય થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના કારમા પરાજય બાદ પાકિસ્તાનીઓમાં રોષ ફેલાયો હતો. એટલું જ નહીં પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ બાબર આઝમની કેપ્ટની સામે સવાલો ઉભા કર્યા હતા. દરમિયાન અફઘાનિસ્તાન સામેની મેચથી લઈને પાકિસ્તાની પૂર્વ ખેલાડીઓ અને જનતાને વિશ્વાસ હતો. જો કે, અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો. વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે ભારત અને બીજા નંબર ઉપર ન્યૂઝીલેન્ડ છે. જ્યારે ત્રીજા નંબર ઉપર દક્ષિણ આફ્રિકા અને ચોથા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે પાકિસ્તાન હાલ પાંચમાં નંબર છે. જેથી હવે સેમિફાઈનલમાં પાકિસ્તાનનો પ્રવેશ મુશ્કેલ મનાઈ રહ્યો છે.
પાકિસ્તાનની હવે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચ રમાશે. જેથી હવે પાકિસ્તાન માટે આગામી મેચ કરો યા મરોના ખેલથી ઓછી નહી હોય. પાકિસ્તાનને સેમિ ફાઈનલમાં પ્રવેશ સાથે હવે તમામ ચારેય મેચ સારા રનરેટની સાથે જીવતી જરુરી છે. તેમજ પાકિસ્તાનની ટીમને અન્ય ટીમોના પરિણામ ઉપર પણ નિર્ભર રહેવુ પડશે.