- નવા વર્ષમાં કર્મીઓને મળશે પગાર વધારાનો લાફભ
- 2023મા સરકાર વેતનમાં કરશે વધારો
દિલ્હીઃ- દેશમાં કેન્દ્રી. ક્રમચારીનાઓ પગારમાં આવતા વર્ષથી વધારો થઈ શકે છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાની આશા છે.જાણકારી પ્સરમાણે રકાર ફિટમેન્ટ ફેક્ટર, ડીએમાં વધારો અને 18 મહિનાના ડીએ એરિયર્સ પર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં એક વખતનો વધારો થશે.
ઉલ્લેખનીય છે કે હાલ સુધી કેન્દ્રીય કર્મીને ડીએ 38 ટકા મળી રહ્યું છે. સરકાર જો આગામી વર્ષે 2023માં ડીએમાં 3થી 5 ટકાનો વધારો કરશે, તો ડીએ 41થી 43 ટકા થઈ શકે છે. આએટલે કે વેતનમાં 1000 રૂપિયાનો વધારો થશે અને વાર્ષિક 12,000 રૂપિયાનો વધારો થશે.
કેન્દ્ર સરકારે આ વર્ષે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે વાર વધારો કર્યો છે. આ વર્ષે પ્રથમ વખત, વધેલો દર 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી વખત ડીએમાં વધારો જુલાઈ 2022થી લાગુ થશે. આ વધારા બાદ હાલમાં સરકારી કર્મચારીઓને 38 ટકાના દરે ડીએ આપવામાં આવી રહ્યું છે.DAમાં કેટલો વધારો થશે તેનો અંદાજ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી વર્ષે DA અને DRમાં 3 થી 5 ટકાનો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 43 ટકાનો વધારો થશે. આ વધારો માર્ચ 2023માં થઈ શકે છે, જેને જાન્યુઆરી 2023થી લાગુ ગણવામાં આવશે.