ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમ 50 વર્ષથી વધુ જૂના હશેઃ રિપોર્ટ
દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમને લગભગ 50 વર્ષ પૂરા થશે. દુનિયાભરમાં આવા જ જુના ડેમ ખતરો ઉભો કરે તેવી શકયતા છે. 2050 સુધીમાં દુનિયાના મોટાભાગના લોકો 20મી સદીમાં બનેલા હજારો ડેમના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હતા. જેના પરિણામે જૂના ડેમના કારણે તેમની ઉપર ખતરો તોડાતો હશે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દુનિયાના કુલ 58700 મોટા ડેમનું નિર્માણ વર્ષ 1930થી 1970ના સમયગાળામાં થયું છે. આ ડેમને 50થી 100 વર્ષ માટે બનાવામાં આવ્યાં છે. કોંક્રીટથી બનેલા ડેમ 50 વર્ષ બાદ જૂના થઈ થાય છે હાલ હજારો ડેમ ખતરનાક સ્થિતિમાં છે. આ ડેમની દિવાલ તૂટવાની સ્થિતિ ઉભી થઈ છે. મોટાભાગના ડેમ જૂના હોવાથી તેની જાળવણીનો ખર્ચ પણ વધવાની સાથે પાણી સંગ્રહની સ્થિતિ પણ ઓછી થાય છે.
ભારત, અમેરિકા, ફ્રાન્સ, કેનાડા, જાપાન, જાંબિયામાં બનેલા ડેમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 32716 ડેમ ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયામાં છે. જે પૈકી મોટાભાગના ડેમના નિર્માણને આગામી વર્ષોમાં 50 વર્ષ પૂર્ણ થઈ જશે. ભારતમાં 1115 જેટલા ડેમ 2025માં 50 કે તેનાથી વધારે જૂના થઈ જશે. 4250 જેટલા ડેમ વર્ષ 2050માં 50 વર્ષ જૂના થઈ જશે. 64 મોટા ડેમ 2050માં 150 વર્ષથી પણ વધારે જૂના થઈ જશે.
રિપોર્ટ અનુસાર ભારતના કેરળના મુલ્લાપેરિયાર ડેમના નિર્માણને 100 વર્ષ થઈ ચુક્યાં છે જો આ ડેમમાં કોઈ ગડબડ ઉભી થાય તો લગભગ 35 લાખ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.