દેશના આ કેટલાક ગામો કે જ્યાં દશેરામાં રાવણનું નથી થતું દહન ,મનાવવામાં આવે છે શોક
મંગળવારના રોજ દેશભરમાં દશેરાનો પ્રવ મનાવવામાં આવશે દશેરાને વિજયાદશમી એટલે કે અનિષ્ટ પર સારાની જીતનો દિવસ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મર્યાદા પુરુષોત્તમ રામે લંકાના રાજા રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેથી, દુષ્ટતાની હારના પ્રતીક તરીકે દર વર્ષે દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે,
જો કે એક વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. તેની પાછળ દરેક જગ્યાએ અલગ-અલગ કારણો છે.
ઉત્તરપ્રદેશનું મંદોરસ એવું માનવામાં આવે છે કે મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું જન્મસ્થળ છે. તેથી, અહીંના રહેવાસીઓ રાવણને તેમના જમાઈ માને છે અને તેમના જમાઈના મૃત્યુની ઉજવણી કરવામાં આવતી નથી. તેથી અહીં રાવણ દહન કરવામાં આવતું નથી, પરંતુ દશેરાના દિવસે રાવણના મૃત્યુનો શોક કરવામાં આવે છે. આ સાથે જ અહીં રાવણની 35 ફૂટ ઊંચી પ્રતિમા પણ છે. ઉત્તર પ્રદેશમાં આવેલા આ ગામ સાથે એવી માન્યતા છે કે અહીં રાવણનો જન્મ થયો હતો. આ કારણે અહીંના લોકો રાવણને પોતાનો પૂર્વજ માને છે અને દશેરાના દિવસે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
રાવણના પિતા ઋષિ વિશ્રવ અને માતા રાક્ષસ કૈકેસી હતા. એવું પણ માનવામાં આવે છે કે રાવણના પિતા ઋષિ વિશ્રવે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી, તેમના માનમાં આ સ્થાનનું નામ તેમના નામ પરથી બિસરખ રાખવામાં આવ્યું હતું અને અહીંના રહેવાસીઓ રાવણને મહા બ્રાહ્મણ માને છે.
હવે વાત કરીએ, ઉત્તરાખંડના કાંગડાની અહીંના લોકોમાં એવી માન્યતા છે કે કાંગડામાં લંકાપતિએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને તેમને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેથી અહીંના લોકો રાવણને મહાદેવનો સૌથી મોટો ભક્ત માને છે અને તેમનો આદર કરે છે. તેથી જ અહીં રાવણ દહન થતું નથી.
રાજસ્થાનના મંડોરની જો વાત કરીએ તો અહીંના લોકોનું માનવું છે કે આ સ્થાન મંદોદરીના પિતાની રાજધાની હતી અને રાવણે આ સ્થાન પર મંદોદરી સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે અહીંના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે અને તેનું સન્માન કરે છે. તેથી જ અહીં વિજયાદશમી પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી.
હવે વાત કરીએ મહારાષ્ટ્રના ગઢચિરોલીની આ સ્થાન પર ગોંડ જાતિના લોકો રહે છે, જે પોતાને રાવણના વંશજ માને છે. તેઓ રાવણની પૂજા કરે છે અને તેમના મતે માત્ર તુલસીદાસ દ્વારા લખાયેલી રામાયણમાં જ રાવણને ખરાબ દર્શાવવામાં આવ્યો છે જે ખોટું છે. તેથી આ જગ્યાએ રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવતું નથી.