દહેરાદૂનઃ- દેશભમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેટલાક પહાડી રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે દ્શના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છએ ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાખંડની તો અહી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વઘુ ભારે વપરસાદની આગાહી કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજ્યના નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પૌરીમાં ભારે વરસાદની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગનો અંદાજ છે કે રાજ્યમાં સતત ઝરમર ઝરમર વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, પરંતુ અચાનક ભારે વરસાદ અને વાદળ ફાટવાની સંભાવનાઓ સેવાઈ છે.
આ સહીત હવામાન વિભાગે વયગુ ત્રણ રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છેઆગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદથવાની સંભાવના છે, જ્યારે આગામી એક સપ્તાહ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.
ઉત્તરાખંડમાં 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.રાજ્યભરમાં હવામાન વિભાગે લોકોને 15 ઓગસ્ટ સુધી સતર્ક રહેવા અને નદી-નાળાઓથી દૂર રહેવા અપીલ કરી છે.લોકોને પહાડી વિસ્તારો પર ન જવાની પણ સલાહ આપી છે .આ સહીત હવામાન વિભાગે જણાવ્યું કે આજે નૈનીતાલ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે .
વિતેલી મોડી રાત્રે પડેલા વરસાદને કારણે હલ્દવાનીમાં પૂર જેવી સ્થિતિ છે. ત્યાં અનેક મકાનો ધરાશાયી થયા છે અને અનેક મકાનો ધરાશાયી થવાની તૈયારીમાં પણ છે. શહેરના કલસીયા અને રસીયા ના પાણીએ હાહાકાર મચાવ્યો છે. કલસીયા નાળાના કાંઠે રહેતા 150 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદી નાળાઓ હજુ પણ ઉભરાઈ રહ્યા છે.