Site icon Revoi.in

આ દેશમાં આવેલો છે આ રહસ્યમય કુવો – જેમાંથી નીકળી રહ્યો છે અજીબ પ્રકાશ

Social Share

 

પોર્ટુગલના સિંટારામાં એક રહસ્યમય કૂવો  આવેલો છે,આ કુવામાંથી અજીબોગરીબ પ્રકાશ નીકળતો રહે છેજો કે હજી સુધી વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય વિશે જાણી શક્યા નથી, આ કૂવાનું બીજુ નામ ‘વિશિંગ વેલ’ પણ છે. લોકકથાઓ પ્રમાણે આ કૂવો લોકોની વિશ પુરી કરે છે. આ જ કારણ છે કે લોકો આ કૂવામાં સિક્કા નાખે છે અને પોતાની વિશ માંગે છે. લોકોનું માનવું છે કે આમ કરવાથી તેમની મનોકામના ચોક્કસપણે પૂરી થશે.

વિશિંગ કૂવામાં લાંબી ગોળાકાર સીડી છે જે તળિયે ફરે છે જે પ્રકાશિત ટનલમાં બહાર નીકળે છે. એક ટનલ એક નાના ધોધ પર સમાપ્ત થાય છે અને પછી તમે પાથ પર સંપૂર્ણ રીતે મૂકાયેલા ખડકોને પાર કરેછે.

આ કુવાની સ્થાપના ધાર્મિક દીક્ષા સંસ્કાર માટે કરવામાં આવી હતી. જો કે, તેની સ્થાપનાનો સાબિત હેતુ આજદિન સુધી કોઈ જાણી શક્યો નથી.આ કૂવાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેની અંદર એક પ્રકાશ દેખાય છે, જે સામાન્ય રીતે શક્ય નથી, કારણ કે આ કૂવામાં પ્રકાશની કોઈ વ્યવસ્થા હોતી નથી તે અંધકાર મય ગોય છે જો કે આ કુવો અઁધકારમ.થી દૂર પ્રકાશ નીકાળી રહ્યો છે. મોટા મોટા વિદ્વાનોથી લઈને વૈજ્ઞાનિકો અત્યાર સુધી આ રહસ્યને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે.

.જો આ કૂવાની ઊંડાઈ વિશે વાત કરીએ તો તે ચાર માળની બિલ્ડિંગ જેટલી ઊંડી છે. કહેવાય છે કે આ કૂવાની અંદર જવાનો જેટલો પ્રયાસ કરવામાં આવે છે તેટલો જ કૂવો સાંકડો થતો જાય છે.અત્યાર સુધી આ કુવામાંથી નીકળી રહેલા અજીબો ગરીબ પ્રકાશ વિશે કોઈ પણ સંશોધનકાર કઈ જ જાણી શક્યા નથી.