ગુજરાતના આ જિલ્લામાં થયુ ડુંગળીનું સૌથી વધુ વાવેતર
- ડુંગળીનું સૌથી વધુ વાવેતર
- ભાવનગર જિલ્લામાં થયું વધુ વાવેતર
- 65.22 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં
રાજકોટ : ગુજરાતમાં આમ તો ખેડૂત દરેક પ્રકારની ખેતી કરતા હોય છે અને ક્યારેક કોઈ ખેડૂતને સારો એવો પાક મળે છે તો કોઈનો પાક યોગ્ય પ્રમાણમાં થતો નથી પણ આ વખતે ભાવનગર જિલ્લામાં જે થયુ તેને જોઈને તો સૌ કોઈ ચોંકી જશે.
વાત એવી છે કે રાજયમાં ઉનાળુ લાલ અને સફેદ ડુંગળીનું કુલ વાવેતર 9,200 હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં વાવેતર 6,000 હેકટર થયું છે. રાજ્યમાં ડુંગળીનાં કુલ વાવેતરનું 65.22 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થયુ છે.
ગરમીનો આરંભ થઇ ગયો છે, ત્યારે 53,300 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષે બાજરીનું આ સમયગાળામાં વાવેતર 6600 હેકટર હતુ. આ વખતે વધીને 8400 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 8300 હેકટર થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વાધિક છે. સૌરાષ્ટ્રમાં ઉનાળું મગફળીનું કુલ વાવેતર 15,600 હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં અડધાથી વધુ વાવેતર થયું છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરનો પ્રારંભ થઇ ગયું છે. તેમજ અનેક ખેડૂતોએ વાવેતર કરી પણ દીધું છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. ગત સપ્તાહે જિલ્લામાં કુલ વાવેતર 51,700 હેકટર હતુ. આ સપ્તાહે વધીને 53,300 હેકટર થઇ ગયું છે.