કોલકાતાઃ આજે નવનરાત્રીનો બીજો દિવસ છે, ખાસ કરીને નવરાત્રીમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે અહી મા દુર્ગાની ખૂબ જ ઘામઘૂમ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ગૃહમંત્રી શાહ કોલકાતાના મા દુર્ગા પંડાલનું મહૂર્ત કરશે,આજે નવરાત્રીનો બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં વિશેષ પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરશે.
આ પંડાલનું આયોજન કરનારાઓનું આ બબાતે કહેવું છે કે દર વર્ષે દુર્ગા પૂજા દરમિયાન તેઓ ભાજપના ટોચના નેતાઓને ઉદ્ઘાટન માટે આમંત્રિત કરે છે અને પાર્ટી પણ તેમના આમંત્રણને ક્યારેય નકારતી નથી. પરંતુ આ વખતે દુર્ગા ઉત્સવના અવસર પર તેણે કંઈક એવું કર્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.ઉદ્ધાટન માટે ગૃહમંત્રી શાહ ને આમંત્રિત કરવામાં આવ્યા છે અને શાહ સિવાય પીએમ મોદીની મુર્તિ મા દુર્ગાની બાજૂમાં રાખવામાં આવી છે જે આ વર્ષનું ખાસ આકર્ષણ હશે.
કોલકાતામાં દરવર્ષે આ પૂજા કરવામાં આવે છે ત્યારે આ વખતે પંડાલમાં ખાસ આકર્ષણ બન્યુ છે.દુર્ગા ઉત્સવ નિમિત્તે પશ્ચિમ બંગાળમાં એકથી વધુ પૂજા પંડાલ બનાવવામાં આવ્યા છે. આ પૂજા પંડાલોમાં મા દુર્ગાની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
કોલકાતાના કંકુરગાચીમાં સ્થિત પૂજા પંડાલમાં મા દુર્ગાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.પીએમ મોદીની મૂર્તિ પંડાલમાં દર્શન કરવા અને મા દુર્ગાના દર્શન કરવા આવનાર ભક્તોને આકર્ષિત કરશે.
આ પૂજા પંડાલના આયોજક બિસ્વજીત સરકારનું માનીએ તો તેઓ પીએમ નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. તેમણે કહ્યું કે તેમનો ભાઈ ભાજપનો સક્રિય કાર્યકર હતો જે પાર્ટી માટે પોતાનું લોહી અને પરસેવો એક કર્યો હતો, પાર્ટી માટે તેમનો સંઘર્ષ તેમનું મૃત્યુ બની ગયો હતો અને તેઓ ચૂંટણી હિંસાનો શિકાર બન્યા હતા.