આ રાજ્યમાં હવે મહિલા પોલીસે આગામી આદેશ સુધી માત્ર 8 કલાક જ કરવી પડશે નોકરી
- મહારાષ્ટ્રમાં મહિલા પોલીસને રાહત
- માત્ર 8 કલાક જ કરવી પડશે નોકરી
- ઠાકરે સરકારે આપ્યા આદેશ
મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકાર મહિલાઓને લઈને સંવેદનશીલ બની છે, વનાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક સંજય પાંડે દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યભરની મહિલા પોલીસ કર્મચારીઓને હવે 12 કલાકની જગ્યાએ આઠ કલાકની ડ્યૂટિ કરાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા કામદારો માટે નવા ટૂંકા કાર્ય દિવસને પ્રાયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવશે. સામાન્ય રીતે, સ્ત્રી અને પુરૂષ બંને કર્મચારીઓની ફરજ 12 કલાક હોય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બે દિવસ અગાઉ એટલે કે ગુરુવારે જારી કરાયેલા ડીજીપીના નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે આઠ કલાકની ફરજ આગામી આદેશ સુધી અમલમાં રહેશે. તેમાં ઉમેર્યું હતું કે યુનિટ કમાન્ડરોએ ખાતરી કરવી જોઈએ કે સરકારના આ આદેશનું પાલન બરાબર રિતે થાય છે કે નહી, દરેક પોલીસ મહિલા કર્મીઓને આગામી આદેશ સુધી 8 કલાકની નોકરીના આદેશ મળ્યા છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય મહિલા અધિકારીઓને વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ, આ સિસ્ટમ નાગપુર શહેર, અમરાવતી શહેર અને પુણે ગ્રામીણમાં લાગુ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.જો કે ઈમરજન્સી કે તહેવારોના સમયે મહિલા કર્મચારીઓના ફરજના કલાકો વધારી પણ દેવામાં આવી શકે છે સંબંધિત જિલ્લા પોલીસ અધિક્ષક અથવા નાયબ પોલીસ કમિશનરની પરવાનગી જરૂરી રહેશે.જો કે હાલ આવનારા દિવસો સુધી આ આદેશ લાગૂ રહેશે તેમ જણાવાયું છે.