ભારતમાં ગણપતિની પૂજા કરનારો વર્ગ પણ મોટી સંખ્યામાં છે, જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો ત્યાં તો સમગ્ર મહારાષ્ટ્ર અને સાથે ગુજરાત પણ ગણપતિના તહેવારમાં ઉત્સાહી થઈ જાય છે અને આ સમયે ગુજરાતી અને મરાઠી લોકોના ચહેરા પર અનેરો આનંદ પણ જોવા મળતો હોય છે. હવે આ લોકોને જો ગણપતિની હજારો વર્ષ જૂની મૂર્તિ જોવી હોય તો તેમણે આ રાજ્યમાં જવું પડશે.
જાણકારી અનુસાર ભારતના એક રાજ્યમાં ભગવાન ગણેશની એવી મૂર્તિ છે, જે શિખર પર છે. કહેવાય છે કે ભગવાન પરશુરામ અને ગણપતિનો આ સંબંધ છે. તે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં છે. આ મુખ્ય સ્થાન બસ્તરના દંતેવાડા જિલ્લાનું ફરસપાલ ગામ છે, જ્યાં તે બૈલાદિલા ટેકરી પર આવેલું છે.
ગણપતિની આ ઐતિહાસિક પ્રતિમા લગભગ 3000 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી હતી અને તે આજે પણ એક રહસ્ય છે કે આખરે 3 ફૂટ ઊંચી પ્રતિમા કેવી રીતે ટેકરી પર મૂકવામાં આવી.
આ ગણેશ પ્રતિમા સાથે એક દંતકથા જોડાયેલ છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. આ માન્યતા આખા બસ્તરમાં પ્રચલિત છે