આ રાજ્યમાં હવે કારની પાછળની સીટ પર બેસેલા લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત – નહી તો ભરવો પડશે રું.1,000 નો દંડ
- કર્ણાટકમાં કારમાં પાછળ બેસેલા લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત
- જો સીટ બેલ્ટ નહી બાંધ્યો હોય તો 1 હજારનો દંડ વસુલાશે
દેશમાં છેલ્લા ઘણા સમયથી કારની પાછળ બેસેલા વ્યક્તિઓ માટે સીટ બેલ્ટ ફરજિયાત કરવાની વાતો થી રહી છે જો કે હવે આ બબાત પર કર્ણાટક રાજ્ય સખ્ત બન્યું ચે,રાજ્યમાં હવે કારમાં પાછળ બેસેલા લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે,જો કોઈ નિયમનો ભંગ કરતા જણાશે તો તેના પાસે દંડ પણ વસુલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થયા બાદ કારની પાછળની સીટ પર બેઠેલા ઉદ્યોગપતિએ સેફ્ટી બેલ્ટ પહેર્યો ન પહેર્યો હોવાનું તારણ બહાર આવ્યું ત્યારથી આ બાબતને દેશભરમાં ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
કર્ણાટક પોલીસે આ બબાતે વિતેલા દિવસે આદેશ જારી કર્યો છે. એક આદેશમાં કહ્યું છે કે વાહનોની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરવા પર પોલીસ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક હજાર રૂપિયાનો દંડ વસૂલશે.
રાજ્યમાં રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની દેખરેખ રાખતા એડીજીપી આર હિતેન્દ્ર દ્વારા જારી કરાયેલા આદેશમાં તમામ પોલીસ કમિશનરેટ અને એસપીને આદેશનો તાત્કાલિક અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના 19 સપ્ટેમ્બરના આદેશનો પણ ઉલ્લેખ કરાયો છે.