આ રાજ્યમાં હવે દારૂ વેંચવા-ખરીદવા માટેની ઉંમર ઘટાડાઈઃ પહેલા 25 હતી હવે 21 થઈ
- હરિયાણામાં દારૂ વેચવા અને ખરીદવાની ઉંમર ઘટાડાઈ
- પહેલા આ માટે 25 વપ્ષ હતા હવે 21 વર્ષ કરવામાં આવ્યા
ચંદીગઢઃ- સામાન્ય રીતે હમણા યુવતીઓના લગ્ન કરવાની ઉમંર 18 વરપ્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવી છે તે વાતને લઈને ચર્ચાઓ જોરશોરમાં છે ત્યારે બીજી તરફ હવે દારુ વેંચવાની અને ખરીદવાની ઉમરને ઘટાડવામાં આવી હોય એવા સમચાર પણ સામે આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે હરિયાણા સરકારે બુધવારે તેના આબકારી કાયદામાં સુધારો કરીને રાજ્યમાં દારૂના વપરાશ, ખરીદી અથવા વેચાણ માટેની કાયદેસરની ઉંમરને વર્તમાન 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સંદર્ભમાં, હરિયાણા સુધારા બિલ, 2021 અહીં રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.ત્યારે હવે તે અમલી બન્યું છે
બિલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીએ પણ તાજેતરમાં વય મર્યાદા ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે. આ ઉપરાંત, આ જોગવાઈઓનો આબકારી કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી આજના યુગની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં ઘણો બદલાવ આવ્યો છે. આ સાથે જ તે માહિતગાર કરે છે કે લોકો હવે વધુ શિક્ષિત છે અને જવાબદારીપૂર્વક દારૂ પીવા અંગે તર્કસંગત નિર્ણયો પણ લઈ શકે છે.