- ભારતનું એક એવું ગામ
- જ્યા અટપટા છે બાળકોના નામ
- જાણો કેમ આવા નામ રાખે છે
કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ માટે તેનું નામ તેની ઓળખની પ્રથમ નિશાની હોય છે. કદાચ તેથી જ માતા-પિતા તેમના બાળકોના નામ ખૂબ વિચાર્યા પછી રાખે છે. બાળકનું નામ યુનિક હોય,ઓછું સાંભળવામાં આવતું હોય અને જેનો મતલબ પણ સુંદર હોય,આ કેટલાક સ્ટેપ્સ છે.જે દરેક માતાપિતા તેમના બાળકનું નામ રાખતા પહેલા અનુસરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં લોકો પોતાના બાળકોના નામ અંગ્રેજી શબ્દોમાં રાખે છે.રસપ્રદ વાત તો એ છે કે, અહીં બાળકોનું નામકરણ કરતા પહેલા ફક્ત એ જોવામાં આવે છે કે,નામ ઇંગ્લિશ વર્ડમાં હોય અને ગામમાં પહેલા ક્યારેય કોઈએ આ નામ ન રાખ્યું હોય !
અમે વાત કરી રહ્યા છીએ મેઘાલયના ખાસી હિલ્સ જિલ્લાના ઉમનિયુ-તમર ઈલાકા ગામની. અહીં લોકો પોતાના બાળકનું નામ રાખે છે, જેને સાંભળીને લોકો હસવા લાગે છે. તેમના નામો પણ એટલા ચોંકાવનારા અને હાસ્યજનક છે કે, સાંભળીને કોઈને વિશ્વાસ નહીં થાય કે કોઈ તેમના બાળકનું નામ આ રીતે રાખી શકે ખરા.
આ ગામના લોકોના નામ ઈટાલી, અર્જેન્ટિના, સ્વીડન, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો પર રાખવામાં આવ્યા છે. તેની પાછળ એક જ કારણ છે કે, અહીંના લોકો ઇંગ્લિશને પસંદ કરે છે. જેના કારણે અહીં મનમાં જે પણ નામ આવે તે જ નામ બાળકને આપવામાં આવે છે.
આ ગામની સૌથી રસપ્રદ વાત એ છે કે,અહીંના ઘણા લોકોને અંગ્રેજી પણ આવડતું નથી. આ જ કારણ છે કે અહીં ઘણા લોકો પોતાના બાળકોનું નામ એવી રીતે રાખે છે કે તેઓ સંપૂર્ણપણે નેગેટીવ હોય,એમાં સેડલી,લોનલીનેસ અને એંગ્રી બર્ડ જેવા કેટલાક એવા નામ છે જે ખુબ જ ફની છે. આ સિવાય કેટલાક લોકોએ પોતાનું નામ અંગ્રેજીમાંથી બદલીને તેમની ભાષામાં કરી દીધું છે.બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા આ ગામમાં 850 પુરૂષો અને 916 મહિલાઓ રહે છે. પરંતુ, આ ગામ નામને લઈને ઘણું પ્રખ્યાત છે.