તિરૂપતિમાં તા. 4 માર્ચે પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે
દિલ્હીઃ તિરૂપતિમાં આગામી તા. 4 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે. આ બેઠકમાં દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહેશે.
ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 29મી બેઠકમાં દક્ષિણ ક્ષેત્રના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન તથા ઉપરાજ્યપાલ પોતાના મુખ્ય સચિવો, સલાહકારો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ભાગ લેશે. મહત્વપૂર્ણ એજન્ડાવાળી આ બેઠકમાં કુલ 90થી 100 વ્યક્તિઓ અને અધિકારીઓ ભાગ લેવાની અપેક્ષા છે. દક્ષિણ ક્ષેત્રીય પરિષદમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને પોંડ્ડીચેરી સભ્ય તરીકે અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદ્વીપ વિશેષ આમંત્રિતના રૂપમાં સામેલ છે.