Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં સિંહણ અને દીપડાંએ બે બાળકનો કર્યો શિકાર

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહ અને દીપડાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. સિંહ અને દીપડા તો હવે શિકારની શોધમાં અવાર-નવાર ગામડાંઓમાં આવી જતાં હોય છે. અને પશુઓનો શિકાર કરતા હોય છે. ત્યારે લીલીયા તાલુકાના ખારા ગામ નજીક હાઈવે નજીક એક શ્રમજીવી પરિવાર પોતાના ઝૂંપડામાં રાતે મીંઠી નિંદર માણી રહ્યો હતો ત્યારે શિકારની શોધમાં આવેલી સિંહણે પાંચ મહિનાના માસુમ બાળકને ઉઠાવી નાશી ગઈ હતી. બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને આજુબાજુ તપાસ કરતા બાળકના મૃત અવશેષો મળી આવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં જિલ્લાના સાવરકૂંડલા તાલુકાના કરજાળા ગામ નજીક એક પરિવારનો 3 વર્ષનો દીકરો ઘર આંગણે રમતો હતો ત્યારે અચાનક દિપડો ત્રાડક્યો હતો. પરિવાર કઈ સમજે તે પહેલાં જ દીપડો માસૂમને મોંઢામાં દબોચી ખેંચી ગયો હતો. આ બંને ઘટના બાદ વનવિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે. ટીમ દિપડાને પાંજરે પુરવામાં સફળ રહી છે પરંતુ હજુ સુધી સિંહણની શોધ ચાલું છે.

અમરેલી  જિલ્લાના બે ગામમાં હાલ ખોફનો માહોલ સર્જાયો છે.  ખારા ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક એક શ્રમજીવી પરિવાર ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યો છે. દરમિયાન દિવસે મજુરી કામે જઈને રાતે પરત ફરીને પોતાના ઝૂંપડાંમાં સૂઈ રહ્યો હતો. ત્યારે અંદાજે  વહેલી સવારે 5 વાગ્યાની આસપઆસ શિકારની શોધમાં આવેલી સિંહણની અચાનક પરિવારના 5 મહિનાના બાળક પર નજર પડીને તડાપ મારીને માસૂમને જંગલ તફર ખેંચીને લઈ ગઈ  હતી.  બીજી તરફ ગત મોડી રાત્રે સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ નજીક એક પરિવારનો 3 વર્ષનો દીકરો ઘર આંગણે રમતો હતો ને અચાનક દિપડો ત્રાડક્યો પરિવાર કઈ સમજે તે પહેલાં જ દિપડો માસૂમને મોંઢામાં દબોચી ખેંચી ગયો. આ બંને ઘટન બાદ વનવિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે. ટીમ દીપડાને પાંજરે પુરવામાં સફળ રહી છે.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા ખારા ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક એક શ્રમજીવી પરિવાર ઝૂંપડા નાખી રહેતો હતો અને વહેલી સવારે સિંહણ શિકારની શોધમાં આવી હતી. સૌથી પહેલાં સિહણે એક બકરીનો શિકાર કર્યો. બકરી દ્વારા બૂમો પાડતા આસપાસના લોકો જાગી ગયા ને સિહણ બકરીનું મારણ છોડી થોડે દૂર 5 માસનો માસૂમ વિશાલ ભાવેશભાઈ પરમાર પરિવાર સાથે ઘોર નિંદ્રામાં સૂતો હતો તેને ઉઠાવીને લઈ ગઈ હતી. આ ઘટનામાં વનવિભાગને કેટલાક હાડપિંજર અને માત્ર અવશેષો મળ્યા છે. અવશેષોને લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજીતરફ વનવિભાગમાં પણ શોકમય માહોલ સર્જાયો છે કેમ કે, માત્ર 5 માસના બાળકને સિંહણ દ્વારા ઉઠાવી જતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.  આ ઘટનાને લઈ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ડી.સી.એફ.જયન પટેલ, લીલીયા આર.એફ.ઓ.સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક પરિવારના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે અને મૃતકને સહાય વળતર ચૂકવવા માટેની તજવીજ હાથ ધરી છે. સિંહણનું સ્કેનિંગ કરી લોકેશન મેળવી પાંજરે પુરવા માટે લીલીયા રેન્જને સૂચના આપી દેવાય છે. લીલીયા રેન્જ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરી ચાર જેટલા ગામડામાં સ્કેનિંગ શરૂ કર્યું છે. અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ સિંહણને પાંજરે પુરવા માટે પાંજરા ગોઠવવામાં આવશે.

બીજા બનાવમાં સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામ નજીક વાડી વિસ્તારમાં મોડી રાતે વાડીમાં ઓરડી બહાર માતા-પિતા અને ભાઈઓ સાથે 3 વર્ષનો માસૂમ રમી રહ્યો હતો. ત્યારે અચાનક દીપડો આવી ચડતા માસૂમને મોંઢામાં પકડી બાજુમાં બાજરીના વાવેતરમાં લઈ જતા દેકારો મચ્યો હતો.અન્ય લોકો દ્વારા છોડાવવા માટે દોડધામ કરી તેમ છતાં દીપડાએ માસૂમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વનવિભાગની ટીમ દોડી ઘટના સ્થળે પોહચી તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પુરી દેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગણતરીની કલાકોમાં વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી છે. મૃતક બાળક ભુપત એમ.પી. અલીરાજપુર ભાભરનો રેહવાસી છે અને ખેત મજૂરી કરવા પરિવાર અહીં આવ્યો છે અને વાડી વિસ્તારમાં રહેઠાણ છે. દીપડાએ કરેલા હુમલામાં ભુપતનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે.