Site icon Revoi.in

કર્ણાટકના ઉડુપીમાં સ્પીડથી દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાતા દર્દનાક અકસ્માત – 4 લોકોના થયા મોત

Social Share

દિલ્હીઃ- ગઈકાલે સાંજે સોશિયલ મીડિયા પર એક એમ્બ્યબલન્સના એકસ્માતનો દર્દનાક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હવે તે ઘટનાને લઈને સમગ્ર જાણકારી સામે આવી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના બની હતી કર્ણાટક ઉડુપી શહેરના એક ટોલ પ્લાઝા પર

જેમાં એક એમ્બ્યૂલન્સ દર્દીને લઈને ફૂલ સ્પીડમાં જતી હતી વચ્માં ઉડુપી ટોલ નાકા પર  એમ્બ્યુલન્સ બેકાબુ બનીને ટોલ પ્લાઝા સાથે ઘડાકાભેર અથડાઈ હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળ સ્ટેચરમાં સૂતેલો દર્દી સ્ટેચર સહીત ઉછળીને બહાર પડ્યો હતો.આ ઘટનામાં લોકો કચડાઈને મોત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર એમ્બ્યુલન્સ એક દર્દીને સારવાર માટે ઉત્તરા કન્નડ જિલ્લાના હોન્નાવાડા લઈ જઈ રહી હતી. બિંદુર વિસ્તારમાં સ્થિત નેશનલ હાઇવે પર ટોલનાકાના થોડા સમય પહેલા જ આ ગલીમાં બે સ્ટોપર હતા. સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સને જોઈને ટોલ સુરક્ષાકર્મીઓ પહેલી લાઈનમાં દોડીને બધા સ્ટોપર હટાવી દીધા હતા.

આ 4 મૃતકોમાં એમ્બ્યુલન્સમાં બેઠેલો 1 દર્દી,  2 મેડિકલ સ્ટાફ અને એક ટોલ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ટોલનાકા પરથી એમ્બ્યૂલન્સ પસાર થી રહી હતી ત્યારે ટોલનાકાનો કર્મી ત્યા બરિકેડ ખસાડીને સાઈડમાં ઊભો હયો ફૂલ સ્પીડે આવેલી એમ્બ્યુલન્સે તેને પણ સાથે ઘસડ્યો હતો .આ ઘટનાનો વીડિયો જોતા અંદાજો આવી જાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.

ટોલ પ્લાઝા પર પહોંચતા જ એમ્બ્યુલન્સ ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને એક પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે વાહન પલટી ગયું હતું.આ અકસ્માતમાં ટોલ બૂથને પણ નુકસાન થયું હતું, જ્યારે અન્કાય મદારોને ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.