1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊંઝા માર્કેટયાર્ડમાં ગત વર્ષની તુલનાએ જીરાની આવકમાં ઘટાડો, અન્ય યાર્ડ્સમાં વેપાર ખેંચાઈ ગયો
ઊંઝા માર્કેટયાર્ડમાં ગત વર્ષની તુલનાએ જીરાની આવકમાં ઘટાડો, અન્ય યાર્ડ્સમાં વેપાર ખેંચાઈ ગયો

ઊંઝા માર્કેટયાર્ડમાં ગત વર્ષની તુલનાએ જીરાની આવકમાં ઘટાડો, અન્ય યાર્ડ્સમાં વેપાર ખેંચાઈ ગયો

0
Social Share

મહેસાણા :  ગુજરાતમાં ઊંઝાનું માર્કેટયાર્ડ એશિયાભરમાં ખ્યાતિ ધરાવે છે. જેમાં જીરાની ખરીદી માટે ભારતભરના મોટા વેપારીઓ ઊંઝા માર્કેટ યાર્ડની મુલાકાતે આવે છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાની સીઝન ચાલી રહી છે. પરંતુ આ વર્ષે જે પ્રમાણે માલ આવવો જોઈએ, તે પ્રમાણે માલ આવી રહ્યો નથી. ગત વર્ષે દરમિયાન ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષમાં જીરાની 24 થી 25 લાખ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે ફફત 2 મહિનામાં ફ્કત 5 લાખ બોરીની આવક નોંધાઇ છે, જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં આ મહિનાઓ સીઝનનાં મહિનાઓ માનવામાં આવે છે. રાજ્યના અન્ય માર્કેટ યાર્ડ્સમાં જીરાની આવક વધી રહી છે. જ્યારે ઊંઝા યાર્ડમાં આવક ઘટી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાં દર વર્ષે લાખો બોરી જીરાની આવક થતી હોય છે. માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે અહીં આવતા હોય છે. આ વર્ષે ઓછું ઉત્પાદન ઓછું વાવેતર અને કેરી ફોરવર્ડ માલ ન હોવાને કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની ખૂબ જ ઓછી આવકો નોંધાઇ રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષમાં જીરાની 24 થી 25 લાખ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે ફફત 2 મહિનામાં ફ્કત 5 લાખ બોરીની આવક નોંધાઇ છે.  દરમિયાન ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે, માર્કેટ યાર્ડના જીરાની ખરીદી કરનારા વેપારીઓ માની રહ્યા છે કે ઊંઝા આજુબાજુના સહિત ગુજરાતના અનેક પીઠાઓ એટલે કે માર્કેટ યાર્ડ હાલમાં મજબૂત બન્યા છે. જેથી જે તે માર્કેટ યાર્ડ આજુબાજુના ખેડૂતો તે માર્કેટ યાર્ડમાં પહોચી રહ્યાં છે. તેમજ હાલમાં જે મોટી કંપનીઓ હોય છે, તે મોટી કંપનીઓ ડાયરેક્ટ જે તે ખેડૂત પાસેથી માલ ખરીદી રહી છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખૂબ જ ઓછા પ્રમાણે માલ આવી રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે,  ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરુ, વરિયાળી, રાયડો અજમો સહિત અનેક પાકો લઈ ખેડૂતો ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં રોકડા નાણાં સાચું તોલ હોવાને કારણે દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ લઈ ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. પરંતુ આ વર્ષે ઓછા ઉત્પાદન અને ઓછા વાવેતરના કારણે માલ ઓછો આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code