Site icon Revoi.in

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે.

જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જે દેશે ઓસામા બિન લાદેનને હોસ્ટ કર્યો હતો અને પડોશી દેશની સંસદ પર આતંકવાદી હુમલો કર્યો હતો તેની પાસે આ કાઉન્સિલમાં આવીને પ્રચાર કરવાની વિશ્વસનીયતા નથી.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જે દેશ અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનને હોસ્ટ કરે છે અને પડોશી દેશની સંસદ પર હુમલો કરે છે તેને પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી.આમ કહીને પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું.

આંતરરાષ્ટ્રીય મંચનો થઈ રહ્યો છે દૂર ઉપયોગઃ એસ જયશંકર

જયશંકરે એમ પણ કહ્યું હતું કે, સંઘર્ષની પરિસ્થિતિઓની અસરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બહુપક્ષીય મંચો હવે હંમેશની જેમ વ્યાપાર છે. ચાલુ રાખી શકતા નથી. જ્યારે આખું વિશ્વ આતંકવાદના પડકાર સામે મજબૂતીથી એકસાથે લડી રહ્યું છે, ત્યારે આતંકવાદી કૃત્યોના ગુનેગારો અને માસ્ટરમાઇન્ડ્સને બચાવવા અને ન્યાય આપવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો.

“આતંકવાદના પડકાર પર, વિશ્વ વધુ સંયુક્ત પ્રતિસાદ સાથે એકસાથે આવી રહ્યું છે પરંતુ કાવતરાખોરોને ન્યાયી ઠેરવવા અને તેમને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે,” તેમણે દેખીતી રીતે ચીનનો ઉલ્લેખ કરતા કહ્યું. ભારત અને યુએસએ અનેક પ્રસંગોએ પ્રયાસોને અવરોધિત કર્યા છે,જયશંકર ભારતના વર્તમાન પ્રમુખપદ હેઠળ યુએનએસસીમાં આતંકવાદ અને સુધારેલા બહુપક્ષીયવાદ પરના બે કાર્યક્રમોનું નેતૃત્વ કરવા મંગળવારે અહીં પહોંચ્યા હતા.