Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં માર્ગની આસપાસ અને ફૂટપાથ પરના ધાર્મિક સ્થળો દૂર કરાશે

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો અટકાવવા માટે લવ જેહાદના કાયદાનો અમલ કર્યા બાદ હવે યોગી આદિત્યનાથ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં રોડની આસપાસ અને ફુટપાથ ઉપરના તમામ ધાર્મિક સ્થળ દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011 પછી બનેલા તમામ ધાર્મિક સ્થલોને દૂર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં માર્ગની અને ફૂટપાથ પર આવેલા મંદિર-મસ્જીદ સહિતના તમામ ધાર્મિક સ્થળો દૂર કરવા મુખ્યમંત્રી યોગીએ આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા કલેકટર અને એસપીને આદેશ કર્યો છે, વિવિધ માર્ગોની આસપાસ ફૂટપાથ પર 2011 કે તે પછી બનેલા મંદિર-મસ્જીદો હટાવી તેનો રિપોર્ટ કરવા નિર્દેશ કરાયો છે.

રોડની આસપાસના ધાર્મિક સ્થળો હટાવટી વખતે કોઈ વિવાદ ના થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જે અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવશે તેઓ પ્રથમ ધાર્મિક સ્થળ હટાવવા મામલે જે તે ધર્મના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરશે. જો છ મહિનામાં આ ધાર્મિક સ્થળોનું સ્થળાંતર નહીં કરવામાં આવે તો તેમને હટાવવામાં આવશે.