Site icon Revoi.in

ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પૂર્વ ઘારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને સોંપવામાં આવી

Social Share

દહેરાદૂનઃ- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ  ભાજપના ઉત્તરાખંડના નવા પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટને જવાબદારી સોંપી છે. ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને ભાજપના ઉત્તરાખંડના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

અગાઉ રાજ્યમાં ભાજપની કમાન મદન કૌશિકના હાથમાં હતી. રાજ્યમાં ભાજપના મોટા નેતાઓમાં મદન કૌશિકનું નામ આવે છે. તેઓ હાલમાં હરિદ્વાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાજ્યમાં પાર્ટી નેતૃત્વ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી.

ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલવને લઈને અનેક અટકળો થી રહી હતી ત્યારે અટકળો વચ્ચે શનિવારે ભાજપે નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી  દીધી હતી. કેન્દ્રીય નેતૃત્વએ બદ્રીનાથના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ભટ્ટને રાજ્યની કમાન સોંપવામાં આવી  છે. આ પહેલા બુધવારે મહેન્દ્ર ભટ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જે બાદ રાજ્યમાં મહેન્દ્ર ભટ્ટને પાર્ટી અધ્યક્ષ બનાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, ભટ્ટે તેને માત્ર સૌજન્ય કૉલ ગણાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે  મહેન્દ્ર ભટ્ટ ઉત્તરાખંડની બદ્રીનાથ સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ઉત્તરાખંડમાં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી પત્રમાં કરવામાં આવી છે. 30 જુલાઈના રોજ જારી કરાયેલા પત્રમાં લખ્યું છે કે, “ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.”