Site icon Revoi.in

ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલમાં આજથી શૈક્ષણિક કાર્યનો થશે આરંભ- કોરોનાના નિયમો સાથે વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલશે

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક શૈક્ષણિક કાર્યો બંધ કરવામાં આવ્યા હતા, કોરોનાની ગતિ ઘીમી પડતા શાળાો હવે ઘીમે ઘીમે ખુલી રહી છે ત્યારે હવે પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આજથી શાળાઓ ખુલવા જઈ રહી છે.

પંજાબમાં વેક્સિનના બન્ને ડોઝ મેળવલ શિક્ષકો જ શાળાએ આવી શકશે

દેશના રાજ્ય પંજાબમાં તમામ સરકારી-બિનસરકારી શાળાઓ ખોલવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રી સિંગલાએ કહ્યું કે શાળામાં માત્ર તે જ શિક્ષકો અને સ્ટાફને પ્રવેશ મળશે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેમજ વાલીઓની લેખિત સંમતિ વિના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ઉત્તરાખંડમાં શાળામાં આવવા માટે કોરોના રિપોર્ટ બતાવવો પડશે

બીજી તરફ ઉત્તરાખંડ રાજ્ય પણ પંજાબના માર્ગે જોવા મળ્યું છે,તે જ સમયે, ઉત્તરાખંડમાં, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી રહી છે. શિક્ષણ સચિવે આદેશ આપ્યો છે કે બોર્ડિંગ અને ડે-બોર્ડિંગ સ્કૂલોમાં રહેણાંક પરિસરમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફને 48 કલાક પહેલા આરટીપીસીઆર રિપોર્ટ રજૂ કરાવવો પડશે . તે પછી જ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

હિમાચલમાં 10 થી 12ના વર્ગો થશે શરુ

આ સાથે જ  હિમાચલ પ્રદેશમાં પણ, ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સોમવારથી નિયમિત વર્ગો શરુ થવા જઈ રહ્યા છેહિમાચલ રાજ્યમાં હવે આજથી ધોરણ 5 થી 8 ના બાળકો શિક્ષકોની સલાહ લેવા શાળામાં આવી શકશે.

જમ્મુ કાશ્મીરમાં નહી ખુલે સ્કુલ

બીજી તરફ દેશમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા જમ્મુ -કાશ્મીર વહીવટીતંત્રે વિદ્યાર્થીઓ, શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરોને હાલ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ અરુણકુમાર મહેતાની આગેવાની હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની રાજ્ય કારોબારી સમિતિએ આ સંદર્ભે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જો કે, કોવિડ વેક્સિન મેળવનારા કર્મચારીઓની મર્યાદિત સંખ્યા વહીવટી કામગીરી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ શકશે.