Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ઉપરનો પ્રતિબંધ 28મી જુલાઈ સુધી લંબાવાયો

Social Share

દિલ્હીઃ કોરોનાને પગલે દેશના તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાને કેસમાં ઘટાડો થતા અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક સ્થળો પણ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં છે. દરમિયાન ઉત્તરાખડં હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ચારધામ યાત્રા પર લાગેલા પ્રતિબંધને 28 જુલાઇ સુધી લંબાવી દીધો છે. ઉત્તરાખડં હાઇકોર્ટે હિલ સ્ટેશનો પર ઊમટી પડેલા પ્રવાસીઓ અને ભીડ દ્રારા કોરોના ગાઇડલાઇનનું પાલન ના થતું હોવાના કારણે રાજય સરકારને ઠપકો આપ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું હતું કે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં કોરોનાના નિયમોના પાલનમાં બેદરકારી અને પ્રવાસીઓની ભીડને ચિંતાનું કારણ ગણાવતા સરકારને વિકએન્ડમાં કર્ફ્યુ હટાવવાના આદેશ પર પુન:વિચાર જોઈએ. અનલોક બાદ ઉત્તરાખંડના પર્વતો પર ઊમટી પડેલા પ્રવાસીઓની ભારે ભીડને જોઇને હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે.

દેશમાં કોરોનાની લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ અનલોકનો અમલ શરૂ કરીને વેપાર-ધંધા ફરીથી કેટલાક નિયંત્રણો સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ છેલ્લા એકાદ વર્ષથી બહાર ફરવા લોકો જઈ નહીં શક્યાં હોવાથી અકળાયા હતા. જેથી અનલોકમાં લોકો મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો ઉપર ઉમટી રહ્યાં છે. તેમજ અહીં કોવિડ-19ની ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં થતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી હવે તંત્ર સક્રીય બન્યું છે.