ઉત્તરાખંડમાં ભૂમિ કાયદાને લઈને સરકારે શરૂ કરી કડકાઈ, બહારીઓને જમીનના ખરીદ-વેચાણ પર રોક
દેહરાદૂન: કડક ભૂ-કાયદાની માગણીને લઈને ઉત્તરાખંડની જનતાના સડકો પર ઉતર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જનભાવનાને અનુરૂપ એક આદેશ જાહેર કર્યો. આ આદેશ હેઠળ રાજ્યથી બહારના લોકોને ઉત્તરાખંડમાં જમીન ખરીદવા પર હાલ રોક લગાવાય છે.
ધામી સરકારે ભૂ-કાયદાઓમાં પરિવર્તન માટે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ કુમારની અધ્યક્ષતામાં બનેલી કમિટીના સૂચનો પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ સૂચન હેઠળ સરકારે આ પગલું ભર્યું છે. ઉત્તરાખંડમાંબહારી લોકો દ્વારા કોઈપણ કિંમતે જમીન ખરીદાય રહી હતી. તેના પછી ઉત્તરાખંડમાં જનસંખ્યા અસંતુલનની સમસ્યા સામે આવવા લાગી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને દેહાદૂનમાં વિભિન્ન સંગઠનોએ એકજૂટ થઈને પ્રદર્શન કર્યું હતું.
ઉત્તરાખંડમાં ગત 20 વર્ષોમાં ત્રીસ હજાર હેક્ટરથી વધુ કૃષિ ભૂમિ સમાપ્ત થઈ ચુકી છે. શહેરોને સ્પર્શતી ખેત જમીન તો લગભગ સમાપ્ત થઈ ગઈ છે. બહારી રાજ્યોના લોકો અહીં આવીને મોંઘા ભાવે જમીનોની ખરીદી કરીને પહાડને કોંક્રીટના જંગલમાં ફેરવી રહ્યા છે. તેની સાથે જ મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી પહાડો તરફની દિશા પકડી રહી છે, તેને લઈને સ્થાનિકોની ચિંતાઓ વધવા લાગી છે.
ઉત્તરાખંડમાં હિમાચલ પ્રદેશની જેમ સશક્ત ભૂ-કાયદા હોવા જોઈએ. તેના માટે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન યુવાઓએ સોશયલ મીડિયા પર એક અભિયાન ચલાવ્યું હતું. ત્યારે ધામી સરકારે પૂર્વ આઈએએસ સુભાષ કુમારની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી. તે સમયે સમિતિએ ભલામણ કરી હતી કે તાત્કાલિક અસરથી બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિની ખરીદી પર રોક લગાવવામાં આવે.
સુભાષ કુમાર સમિતિએ પણ ભલામણ કરી છે કે સ્થાનિક મૂળના નિવાસી લોકોનીપુરી જમીન પણ નહીં વેચવા દેવાય, જેથી તેમનું વર્ચસ્વ ઉત્તરાખંડના જમીન દસ્તાવેજોમાં કાયમ રાખી શકાય. સરકાર આના પર પણ વિચાર કરી રહી છે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કહે છે કે જો પહાડી ક્ષેત્રોમાં કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા ચાહે છે, તો સરકાર તેની મંજૂરી આપશે. પરંતુ જિલ્લાધિકારીઓને હવે બહારી લોકોને મંજૂરી આપવાના અધિકારથી વંચિત કરવામાં આવ્યા છે.
બીજી તરફ સ્થાનિક સંગઠન ઉત્તરાખડમાં એકીકરણ લાગુ કરવાની માગણી કરી રહ્યા છે, જે ગત ઘણાં દશકાઓથી થયું નથી. એકીકરણ નહીં થવાથી પરિવારોમાં જમીન વહેંચણી વગેરે થઈ શક્યા નથી અને તેનાથી જમીનના ટાઈટલ સામે આવી શક્યા નથી.