દહેરાદૂન: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે તદે બધું કર્યું, જે દિલ્હીમાં હિંદુઓ વિરુદ્ધના હુલ્લડોમાં કરવામાં આવ્યું હતું. એક તરફ પ્રશાસન શાંતિપૂર્વક દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું, તો બીજી તરફ ઈસ્લામિક કટ્ટરપંથીઓ નિયતના હિસાબથી મોટા હુમલાની ચાલ ચાલી રહ્યા હતા. હલ્દ્વાનીના બનભૂલપુરામાં ઈસ્લામિક હુમલાખોરોની ભીડે બે હિસ્સાઓમાં હુમલા કર્યા. પહેલીવારમાં તેમણે પથ્થરબાજી કરી, તેના પછી પથ્થરબાજોની ભીડ પાછી હટી, તો બીજો હુમલો પેટ્રોલ બોમ્બોથી શરૂ થયો. તેના પછી હુમલાખોરો અન્ય વિસ્તારમાં ઘૂસ્યા. આ બધું 2020ના દિલ્હી હુલ્લડોની તર્જ પર કરવામાં આવ્યું. આખો ઘટનાક્રમ પણ સમજીએ…
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં જે બનબૂલપુરામાં આ બબાલ થઈ, તે આખો વિસ્તાર સરકારી જમીન પર વસેલો છે. પ્રશાસન સતત દબાણ વિરોધી કાર્યવાહી કરી રહી હતી. હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી હતી. ગત વર્ષ પણ અહીં મોટો તણાવ ફેલાયો હતો. આ વખતે દબાણ વિરોધી અભિયાન હેઠળ ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદ અને મદરસાને હટાવાય રહ્યા હતા. આ કાર્યવાહી લગભગ પૂર્ણ પણ થઈ ગઈ હતી. ત્યારે ત્યાં એક મુસ્લિમ કટ્ટરપંથીઓની મોટી ભીડ પહોંચે છે. આ ભીડમાં મહિલાઓ, કિશોરો પણ હતા. તેમણે પ્રશાસનિક કર્મચારીઓ સાથે બોલાચાલી કરી અને પછી જોજોતામાં આસપાસના ધાબાઓ પરથી પથ્થરમારો શરૂ કર્યો. ત્યાં લગભગ 800 જેટલા પોલીસકર્મીઓ, મીડિયા અને અન્ય પ્રશાસનિક કર્મચારીઓ-અધિકારીઓને ઘેરી લેવામાં આવ્યા અને તેમના પર હુમલા કરવામાં આવ્યા. આ એક રીતે યુદ્ધની જેમ થઈ ગયું હતું.
નૈનીતાલના ડીએમ વંદના સિંહે કહ્યું છે કે દબાણ વિરોધી અભિયાન પર કોર્ટની કોઈ રોક ન હતી. કોર્ટના ચુકાદા બાદ જ આ અભિયાન ચલાવાય રહ્યું હતું. જે મિલ્કતોને હટાવવાની કાર્યવાહી કરાય રહી હતી, તેના કોઈ માલિક ન હતા. તેમણે કહ્યું છે કે અતિક્રમણ વિરોધી અભિયાન કાયદાકીય રીતે પણ યોગ્ય રીતે ચલાવાય રહ્યું હતું. અમારી ટીમો ત્યાં પહોંચી. તમામ સંસાધન ઘટનાસ્થળે પહોંચ્યા. કોઈને ઉશ્કેરવાની અથવા નુકશાન પહોંચાડવાની કોશિશ પ્રશાસન તરફથી કરવામાં આવી નથી. આ અભિયાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું, ત્યારે અડધો કલાકની અંદર એક મોટી ભીડે નગર નિગમની ટીમ પર હુમલો કર્યો.
ડીએમ વંદના સિંહે કહ્યું છે કે આ હુમલા ધાબા પર એકઠા કરવામાં આવેલા પથ્થરો દ્વારા કરાયા. 20 જાન્યુઆરીએ આ છતો પર કોઈપણ પથ્થર ન હતા. કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી, ત્યારે પણ ત્યાં પથ્થર ન હતા. જે દરમિયાન સુનાવણી ચાલી રહી હતી, તે વખતે ધાબાઓ પર પથ્થરો એકઠા કરવામાં આવ્યા. આનો મતલબ છે કે આ સંપૂર્ણપણે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે જે દિવસે દબાણ વિરોધી અભિયાન ચલાવવામાં આવશે, તે સમયે હુમલો કરવામાં આવશે. જેથી પ્રશાસન બેકફૂટ પર આવી જાય. પથ્થરોથી હુમલા થયા, તો અમારી ટીમ પાછળ હટી નહીં. અમારી ટીમ કામ કરતી રહી, તેના પછી બીજી પેટ્રોલ બોમ્બ સાથેની ભીડ આવી. તેમના હાથમાં પ્લાસ્ટિકની બોટલો હતી અને તેમાં આગ લગાવીને તેમણે ફેંકવાનું શરૂ કર્યું. અમારી ટીમ ત્યારે પણ ગેરકાયદેસર ઢાંચાને તોડવા લાગેલી રહી.
દબાણ વિરોધી અભિયાનવાળી જગ્યા પર કટ્ટરપંથીઓના હુમલામાં પોલીસના ઘણાં જવાન ઘાયલ થયા. કટ્ટરપંથી મુસ્લિમોની ભીડ સતત વધી રહી હતી. તેના પછી આ ભીડે બનફૂલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. તેમમે પહેલા પોલીસ સ્ટેશન પર પથ્થરો વરસાવ્યા. પછી પથ્થરબાજો પાછળ હટી ગયા. અહીં પણ સંપૂર્ણપણે આયોજનબદ્ધ પ્લાનિંગ હેઠલ પથ્થરબાજો પછી હુમલાખોરની નવી ભીડ આવી. આ ટીમના હાથમાં પેટ્રોલ બોમ્બ હતા. તેમણે બનફૂલપુરા પોલીસ સ્ટેશ, બહાર ઉભેલી ગાડીઓને આગના હવાલે કરવાનું શરૂ કર્યું. આસપાસથી પોલીસ પહોંચે તે પહેલા પોલીસ સ્ટેશનમાં રહેલી પોલીસ ટીમે ખુદને બચાવવા માટે ટિયરગેસના સેલ છોડયા હા.
ડીએમ વંદનાસિંહે કહ્યુ છે કે મિલ્કતોના નુકશાન તરીકે પોલીસ સ્ટેશનને નુકશાન પહોંચ્યું છે. મુખ્ય બિલ્ડિંગને વધુ નુકશાન થયું નથી. પરંતુ તેને હથોડાથી તોડવાની કોશિશ કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં અને તેની બહાર ઉભેલી ગાડીઓ ખાસ કરીને પોલીસના વાહનો, પ્રશાસનિક ગાડીઓ અને નગરનિગમ તેમજ મીડિયાકર્મીઓની ગાડીઓની આગચંપી કરવામાં આવી. આ દરમિયાન કોઈપણ અન્ય સમુદાયે આ ભીડનો વિરોધ કર્યો, તેવામાં આને ધાર્મિક તણાવ કહી શકીએ નહીં. આ સંપૂર્ણપણે બનભૂલપુરાની ભીડ દ્વારા રાજ્ય સરકારને ચેલેન્જ કરાય રહી હતી. પ્રશાસન પર દબણ બનાવાય રહ્યું હતું. તેનો ઈશારો એ પ્રકારનો રહ્યો કે આ ભીડ કંઈપણ કરીને સરકાર અને પ્રશાસન પર દબાણ બનાવી રહી હતી. તેમનો ઈશારો આ પ્રકારે રહ્યો કે આ ભીડ કંઈપણ કરીને સરકાર અને પ્રશાસન પર દબાણ બનાવવા માંગતી હતી. જેથી આગળ દબાણ વિરોધી અભિયાન ચલાવી શકાય નહીં.
બનભૂલપુરામાં સૌથી વધારે નુકશાન પોલીસ સ્ટેશનની આસપાસ થયું છે. ઈસ્લામિક કટ્ટરપંથીઓની ભીડ એ કોશિશ કરી રહી હતી કે આ આગ જલ્દીથી હલ્દ્વાનીમાં ફેલાય જાય. બનભૂલપુરા પોલીસ સ્ટેશનને નષ્ટ કર્યા બાદ આ ભીડ ગાંધીનગર વિસ્તાર તરફ આગળ વધી. ગાંધીનગરમાં મિશ્રિત વસ્તી છે. કોઈપણ એક સમુદાયની બહુમતી નથી. તેવામાં પ્રસાસન અને ગાંધીનગરને આતંકીત કરવા માટે આ ભીડ તેની તરફ આગળ વધી. જો કે ત્યાં સુધી બહારથી સુરક્ષાદળો પહોંચ્યા. પીએસીની સાથે જ અન્ય કેન્દ્રીય સુરક્ષા દળોના જવાન પહોંચી ગયા. તેમમે ખૂબ મુશ્કેલીથી ગાંદીનગરમાં હિંસા થવાથી રોકી હતી. જો કે ગાંધીનગરને સંપૂર્ણપણે દહેશતમાં ધકેલી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન બનભૂલપુરાથી લઈને ગાંધીનગર સુધી મોટી સંખ્યામાં સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો અને કોઈપણ પ્રકારથી આ હિંસાને હલ્દ્વાનીના મુખ્ય શહેર સુધી પહોંચવાથી રોકી હતી.
નૈનીતાલના ડીએમ વંદના સિંહે કહ્યું છે કે પ્રશાસનની પુરી શક્તિ પોલીસ સ્ટેશનને બચાવવાની હતી. અહીંથી બળપૂર્વક જ્યારે હુમલાખોરોની ભીડને હટાવવામાં આવી, ત્યારે આ ભીડે નજીકના ગાંધીનગર તરફ કૂચ કરી હતી અને ગાંધીનગરને ઘેરી લીધું. આ ક્ષેત્રમાં મિશ્રિત વસ્તી છે. આ ક્ષેત્રને આતંકીત કરવાની કોશિશોને પીએસી, અર્ધલશ્કરી દળો અને રી-ઈન્ફોર્સમેન્ટ ફોર્સ દ્વારા નિષ્ફળ બનાવાય હતી. ત્યાં કોઈપણ પ્રકારની જાનહાનિ થતા રોકવામાં આવી. આ દરમિયાન બનભૂલપૂરાથ નીકળેલી ભીડને હલ્દ્વાનીના મુખ્ય શહેરમાં પહોંચવાથી રોકવામાં આવી. તેના માટે પ્રશાસને પુરી શક્તિ ઝોંકી દીધી કે હિંસા બનભૂલપુરાની બહાર ફેલાય નહીં.
આ આખો ઘટનાક્રમ દિલ્હીમાં 2020માં થયેલા હુલ્લડોની તર્જ પર પુનરાવર્તિત થઈ રહ્યો હતો. નૈનીતાલના ડીએમ વંદના સિંહના નિવેદનોથી સ્પષ્ટ છે કે આ બનફૂલપુરામાં પુરા પ્લાનિંગ સાથે હુમલા કરવામાં આવ્યા. તેમના નિવેદનોને ગંભીરતથી સાંભળ્યા, તો છેલ્લે તેઓ બોલે છે કે પોલીસ સ્ટેશન પર હુમલા બાદ આ ભીડ ગાંધીનગરને ઘેરી ચુકી હતી. તેના પછી કટ્ટરપંથી હુમલાની આ ભીડે હલ્દ્વાનીમાં હાહાકાર મચાવા માટે આગળ આગળ વધવાની કોશિશ કરી. પરંતુ પ્રશાસનિક સક્રિયતાને કારણે આમ થઈ શક્યું નહીં. જ્યારે દિલ્હીમાં આ હિંસા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાય ગઈ હતી.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં ખૂની ખેલ ખેલનારા હિંદુ વિરોધી હુલ્લડખોરોએ તેના અંજામ આપવા માટે ઈંટ-પથ્થર એક સપ્તાહ પહેલા જ એકઠા કરવાનું શરૂ કર્યું હતું. જણાવાય છે કે આ હિંસા માટે ટ્રેક્ટરોની મદદથી એક સપ્તાહ પહેલા જ ભઠ્ઠાઓમાંથી ઈંટો મંગાવવામાં આવી હતી. સાત ટ્રક પથ્થર તો કરવાલ નગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘર પાસેથી ઉટાવાયા હતા. આ હુલ્લડની પાછળ તાહિર હુસૈનની મોટી ભૂમિકા હોવાનું જણાવાય રહ્યું છે. તાહિર હુસૈન પર આઈબી અધિકારી અંકિત શર્માની મોતનો પણ આરોપ છે.
તાહિરના ઘરની આગળ લાગેલા પથ્થરોના ઢેરે જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે આ હુલ્લડ માટે મોટી તૈયારી કરવામાં આવી હતી. તેના ઘરની આગળ પથ્થરોનો આટલો મોટો ઢગલો જોઈને નિગમકર્મીઓ છક્ક થઈ ગયા હતા, કારણ કે ત્યાં એટલા પથ્થરો હતા કે તેનાથી એક માળનું મકાન બનાવી શકાય તેમ હતું. હિંસાગ્રસ્ત વિસ્તાર મુસ્તફાબાદ, કરાવલનગર, ચમન પાર્ક, શિવવિહાર સહીતના અન્ય વિસ્તારોમાં હિંસાના એક સપ્તાહ પહેલેથી જ ટ્રેક્ટરોમાં ભરીને ઈંટો મંગાવાયઅને પછી તેના ટુકડા કરીને બોરીઓમાં ભરીને છત પર મૂકવામાં આવ્યા.
દિલ્હીથ લઈને હલ્દ્વાનીની કડીઓને જોડશો, તો સ્પષ્ટ થઈ જશે કે હલ્દ્વાનીમાં થયેલી હિંસા અચાનક થઈ નથી. પરંતુ આખા દેશને દહેલાવાની એક મોટી સાજિશ હતી. તેમની કોશિશો હતી કે પોલીસ પ્રશાસન પર થયેલા ઈસ્લામિક હુમલા ધીરેધીરે પહેલા હલ્દ્વાની, પછી આખા ઉત્તરાખંડ અને પછી આખા દેશને પોતાની ઝપટમાં લઈ લે. જો કે હવે પ્રશાસન આવા લોકોની ઓળખ કરવામાં લાગેલું છે કે જે દબાણ વિરોધી અભિયાનના વિરોધની આડમાં આખા દેશને સળગાવવાની કોશિશોમાં લાગેલું હતું.
મહત્વપૂર્ણ છે કે હલ્દ્વાનીમાં દબાણ હટાવવાની કાર્યવાહી હવે પ્રશાસન માટે પડકાર બની છે. એક કાર્યવાહી બાદ હુલ્લડખોરોની ભીડનું સડકો પર ઉતરવું અને તેમના દ્વારા ઉત્પાતે તણાવ વધારી દીધો છે. પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હાઈલેવલ મીટિંગ કરી છે. તે દરમિયાન પોલીસના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા. બાદમાં નૈનીતાલ જિલ્લા પ્રશાસને હુલ્લડગ્ર્સત વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. તેની સાથે હુલ્લડખોરોને જોતા જ ગોળી મારવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
પ્રશાસનને અફવા ફેલાતી રોકવા માટે પણ વ્યવસ્થા કરી છે. આ દરમિયાન ઉત્તરાખંડ સરકારે આખા રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ હિંસામાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 300થી વધુ લોકો ઘાયલ છે. ઘાયલોમાં 200થી વધુ પોલીસકર્મીઓ છે.