ચેન્નઈ- હવે ઉતરાયને 2 મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે અત્યારથી જ આ માટેના નિયમો લાગૂ કરી દેવાયા છે તમિલનાડુમાં ઉતરાયણમાં ચાઈનિજ દોરી વાપરવા પર પ્રતિબંગ જાહેર કરવામાં આવ્યો છે ઉતરાય પહેલાજ લોકો પતંગ ઉડાવતા જોવા મળતા હોય છે ત્યારે રાજ્યએ આ માટે અગાઉથી જ નિયમ લાગૂ કર્યો છે.
પ્રાપ્તચ વિગત પ્રમાણે તમિલનાડુ સરકારે રાજ્યમાં નાયલોન થ્રેડ અને ચાઈનીઝ માંઝાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તામિલનાડુ સરકારે 30 ઓક્ટોબરના રોજ જારી કરેલા નોટિફિકેશનમાં દલીલ કરી હતી કે આ ચાઈનીઝ માંઝા મનુષ્યો અને પ્રાણીઓ માટે ગંભીર ખતરો છે. ક્યારેક આ સ્પિલ્સ ગંભીર ઇજાઓ અને મૃત્યુ પણ પરિણમે છે.જેને લઈને જોખમ વઘે છે જેથી આ પ્રતિબંઘ લાદવામાં આવ્યો છે.
આ નિર્દેશ પર્યાવરણ, હવામાન અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ સુપ્રિયા સાહુ દ્વારા લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986ની જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે. 2017માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાઈનીઝ માંઝા અને અન્ય નાયલોન થ્રેડના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઉતરાયણમાં આ પ્રકાના દોરી નાપરવાતી પક્ષીઓની પાખ કપાવાની માણસોના ગળા કપાવાની ઘટનાઓ વઘી જતી હોય છે આ ચાઈનિઝ દોરી ઘણી વખત જીવલેણ બની જાય છે ઘણા રાજ્યો ચાઈનિઝ દોરી પર પ્રતિબંઘ મૂકતા હોય છે.