1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયોએ દંપત્તીને અડફેટે લીધા બાદ દીવાલ તોડી હોસ્પિટલમાં ઘૂંસી,
વડોદરામાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયોએ દંપત્તીને અડફેટે લીધા બાદ દીવાલ તોડી હોસ્પિટલમાં ઘૂંસી,

વડોદરામાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયોએ દંપત્તીને અડફેટે લીધા બાદ દીવાલ તોડી હોસ્પિટલમાં ઘૂંસી,

0
Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. દરમિયાન વડોદરાના સમા વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી સ્કોર્પિયા જીપએ એક દંપત્તીને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો હોસ્પિટલની દીવાલ તોડીને અંદર ઘૂંસીને પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં ગંભીરરીતે ઘવાયેલા મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે તેના પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં મોડીરાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું ત્યારબાદ સ્કોર્પિયોચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા  સ્કોર્પિયો પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે તેના પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં સીસીટીવીમાં જોવા મળી છે. જેમાં સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી.

આ બનાવમાં સમા રોડ પર આવેલા ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપીનભાઈ જેરામભાઈ પ્રજાપતીએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગતરાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે, તમે તાત્કાલિક પ્રિત પાર્ટી પ્લોટની બાજુમા આવી જાઓ, તમારા સાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલા હતા. જ્યાં મારા સાળા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કાર (GJ-23-M-8877)એ ટક્કર મારી હતી અને કારચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. શિલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ મારા સાળાને જમણા પગ, ડાબા હાથ અને પાંસળીઓમાં ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. વિપુલભાઈને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code