Site icon Revoi.in

વડોદરા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરી વાતાવરણમાં પલટાંની હવામાન વિભાગે આગાહી કર્યા બાદ આજે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં વાદળો છવાયા બાદ કમોસમી વરસાદના ઝાંપટાં પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 26થી 29 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પડેલા વરસાદથી વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. સવારના 9 વાગ્યા બાદ વાદળો વિખરાઇ જતા શહેરીજનોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. આજે શહેર-જિલ્લાવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં અવાર-નવાર પડી રહેલા માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ત્યારે પુનઃ એક વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ  વડાદરાના શહેરીજનોને રોગચાળાની દહેશત સતાવી રહી છે.

વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં  આજે વહેલી સવારથી અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતા શહેરનું વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા.  વહેલી સવારે પડેલા વરસાદથી ઠંડક પ્રસરી હતી. પરંતુ ધીરે ધીરે વાદળો વિખરતા શહેરીજનોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. બેવડી ઋતુના કારણે રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. એક તરફ કોરોનાના કેસો આવી રહ્યા છે. તે સાથે ઋતુજન્ય રોગચાળો પણ શરૂ થયો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ઓ.પી.ડી. વધી ગઇ છે. આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓને લઇ ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.