Site icon Revoi.in

વડોદરામાં પોલીસના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ આગડિયાના 16 લાખ લૂંટી લીધા

Social Share

વડોદરાઃ શહેરના અલ્કાપુરી વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂ શખસોએ ચેકિંગના બહાને આંગડિયા કર્મચારીને રોકીને રૂપિયા 16 લાખની લૂંટ કરીને પલાયન થઈ જતાં પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી. પણ લૂંટારૂ શખસોના કોઈ સગડ મળ્યા નથી.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ધોળે દિવસે પોલીસના સ્વાંગમાં આવેલા લુંટારાઓએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હોવાનું બનાવ બનતા પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધ ખોળ હાથે ધરી છે. અલ્કાપુરી વિસ્તારમાંથી HM આંગડિયા પેઢીનો કર્મચારી ટુ-વ્હીલર પર 36 લાખ રૂપિયા લઇને જતો હતો. દરમિયાન ભીમનાથ બ્રિજ નજીક પહોંચ્યો ત્યારે નકલી પોલીસ બનીને બાઇક પર આવેલા બે શખસોએ કર્મચારીને રોક્યો હતો. અને બેગ ચેક કરવાના બહાને રૂપિયા 16 લાખ લૂંટીને ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ થતાં જ શહેરના સયાજીગંજ પોલીસ સાથે ઝોન-11,  LCB, ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ પણ તપાસમાં જોડાઇ છે અને આંગડિયા પેઢીથી લઇને લૂંટના સ્થળ સુધીના તમામ CCTVની તપાસ હાથ ધરી છે. તેમજ અલ્કાપુરીના તમામ સેન્ટરથી સયાજીગંજ સુધી તેમજ વિસ્તારના તમામ પોલીસ નાકા પર તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના અલકાપુરીની એચ.એમ આંગડિયા પેઢીનો કર્મચારી હરપાલસિંહ જાડેજા આજે બપોરે સ્કૂટર ઉપર રૂ.32 લાખ લઈ સુલતાનપુરા વિસ્તારમાં જઈ રહ્યો હતો તે દરમિયાન સયાજીગંજના ભીમનાથ બ્રિજ પાસે પાછળથી બુલેટ પર આવેલા બે બુકાનીધારી લૂંટારાઓએ બાઈક કેમ સ્પીડમાં ચલાવે છે તેમ કહી આતર્યો હતો. ત્યારબાદ લૂંટારાઓએ આંગડિયા પેઢીના કર્મચારીને એક સાઈડમાં ઉભો રાખી તેની બે ચેક કરી હતી અને તે દરમિયાન રૂ.16 લાખ જેટલી રોકડ કાઢી લીધી હતી. બાકીની રકમ પરત કરી લૂંટારા ફરાર થઈ ગયા હતા. (File photo)