- ગંગામાં નાવ પલટી મારવાની ઘટના
- 5 લોકો ડૂબ્યા બેના મો
- 2ને બચાવી લેવાયા
વારાણસીઃ- ગંગા નદીમાં પ્રવાસીઓ નાવડીમાં બેસીને આ પારથી પેલે પુાર મુસાફરી કરતા હોય છે ત્યારે આજ રોજ વારાણસીના પ્રભુ ઘાટ પર બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહી નાવડી પલટી જતાં છ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. સ્થળ પર હાજર નાવિકોએ બે લોકોને બચાવી લીધા છે જ્યારે બાકીના બે લોકોની હાલ શોધખોળ ચાલુ છે.
એનડીઆરએફ અને વોટર પોલીસ ગોતાખોરોની મદદથી સ્થળ પર તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે ભયનો માહોલ છે.આ અકસ્માત પ્રભુ ઘાટની સામે ગંગાની વચોવચમાં સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટુંડલાથી વારાણસી આવેલા છ લોકો નાવડીમાં મુસાફરી કરી રહ્યા હતા. અચાનક હોડીમાં ખાડો પડ્યો અને તેમાં પાણી ભરાવા લાગ્યું. હજી તો કં ીજામ થાય તે પહેલા જ નાવડી પાણીમાં પલટી મારી ગઈ
ઘટનાના તરત જ નાવડી વાહકે બે લોકોને બચાવી લીઘા હતા જો કે બે લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે જ્યારે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ડૂબી ગયેલા નાવિકનું નામ શનિ નિષાદ છે, જે જૈન ઘાટનો રહેવાસી છે. જેમાં સવાર તમામ લોકો પ્રભુ અને જૈન ઘાટના સ્થાનિક હોવાનું જણાવાય રહ્યું છે. નદીમાં ડૂબી ગયેલા અન્ય લોકોની શોધ ચાલુ છે. ડૂબી ગયેલા લોકોની શોધમાં સ્થાનિક પોલીસ અને ડાઇવર્સ સાથે મળીને કામ કરી રહ્યા છે.