ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા આજથી 29 એપ્રિલ સુધી ‘સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ’ તરીકે લોકડાઉન લાગૂ કરાયું
- ઝારખંડમાં આજથી 29 એપ્રિલ સુધીનું લોકડાઉન લાગૂ
- સ્વાસ્થ્ય સુરક્ષા સ્પાતહના નામથી લોકડાઉન અમલી બન્યું
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યની સરકાર લોકડાઉન લાગૂ કરીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નમાં જોતરાઈ છે, હવે ઝારખંડ રાજ્યની સરકારે પણ કોરોનાના વધતા કેસોને જોતા કોરોના સંક્રમણને અટકાવવા માટે 22 એપ્રિલ થી લઈને 29 એપ્રિલ સુધી ‘સ્વાસ્થ્ય સુરક્ષા અઠવાડિયું’ ના નામથી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.
આજથી ઝારખંડમાં લોકડાઉનની શરુઆત થઈ ચૂકી છે, રાજ્ય સરકાર તરફથી આ માટે નવા દિશા નિર્દેશ વિસ્તૃત રીતે જારી કરવામાં આવ્યા છે, રાજ્યના તમામ લોકોએ આ ગાઈડલાઈનનું અવશ્યપણે પાલન કરવાનું જણાવાયું છે, આ સાથે જ નિયનોમો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાના સુચનો પણ આપવામાં આવ્યા છે.
આજ રોજ ગુરુવારે પ્રદેશમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી સેક્ટરના કેટલાક કાર્યાલયોને છોડીને તમામ કાર્યાલયો બંધ રાખવામાં આવ્યા છે, આ સાથે જ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ પ્રકારની દુકાનો અને મોલ પણ બંધ રાખવામાં આવશે,જરુરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ ઘરની બહાર નિકળવામાં છૂટ આપાવામાં આવી છે.
ઝારખંડમાં, આ એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન કૃષિ, ઔદ્યોગિક, બાંધકામ અને ખાણકામની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. સીએમ સોરેને તમામ લોકોને તાકીદ કરી છે કે. લોકડાઉન દરમિયાન તમામ નિયમોનું કડક રીતે પાલન કરો અને જરૂરી કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો,તેમણે એમ પણ કહ્યું હતું કે જાહેર સ્થળોએ પાંચથી વધુ લોકો ભેગા થવા દેવામાં આવશે નહીં. રાજ્યમાં કલમ 144 નું પાલન કરવામાં આવશે.
સાહિન-