દિલ્હીમાં આજે ફરી વરસાદ શરૂ સ્થિતિને જોતા આજે અને કાલે શાળાઓમાં રજા જાહેર
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત સરસાદના કારણે યમુના નદીએ જોખમી સ્તર વધાર્યું છે જેના પાણી અનેક વિસ્તારોમાં ઘુસ્યા હોવાથી દી કિનારે રહેતા લોકોને રાહત શિબીરમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે આજે સવારથી ફરી વસરાદ શરુ થઈ ચૂક્યો છે જેને જોતા આગળ સ્થિતિ ખરાબ થવાની શ્કયતાઓ જોવા મળે છે.
વરસાદના કારણે દિલ્હીમાં અસરગ્રસ્ત જીલ્લાઓમાં સોમવાર અને મંગળવારના શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છએ જેથી વાલીઓ અને બાળકોને મુશ્કેલી ન સર્જાય ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીએમ કેજરિવાલે રાહત શિબીરોની મુલાકાત લીધી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું.
શિક્ષણ વિભાગના નિયામક દ્વારા સરકારી, અનુદાનિત અને ખાનગી માન્યતા પ્રાપ્ત શાળાઓને બંને દિવસ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પૂરને જોતા શાળાઓમાં રાહત શિબિરો ચાલુ રાખવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, પૂર્વ, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ-A, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પૂર્વમાં યમુના નદીની સરહદ અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે.
જારી કરાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ શક્ય હોય ત્યાં શાળાઓ ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરી શકે છે. જોકે, ઉત્તર પશ્ચિમ-બી, પશ્ચિમ-એ, પશ્ચિમ-બી, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ-એ, દક્ષિણ પશ્ચિમ-બી અને નવી દિલ્હીના બાકીના જિલ્લાઓમાં સોમવારે શાળાઓ ખુલ્લી રહેશે. જો બધું સામાન્ય રહેશે તો બુધવારથી એટલે કે 19મી જુલાઈ 2023થી તમામ શાળાઓ રાબેતા મુજબ કામ કરશે.
tags:
dehi rain