Site icon Revoi.in

મણીપુરમાં હિંસાને જોતા કેન્દ્રીય સુરક્ષાદળોની ટીમ રાજ્યમાં મોકલી સુરક્ષા વધારાઈ

Social Share

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે બે સમુદાયો વચ્ચેની ટક્કરમાં શરુ થયેલી હિંસામાં અત્યાર સુધી સેંકડો લોકોના જીવ ગયા છે જેને લઈને હવે રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત કડક ગોઠવાયો છે.આવી સ્થિતિમાં કેન્દ્રીય દળોની વધુ 10 કંપનીઓ રાજ્યમાં પહોંચી છે. બીજી તરફ એક અગ્રણી આદિવાસી સંગઠનના સભ્યો આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મણીપુરની સ્થિતિને જોતા કેન્દ્રની સુરક્ષા દળોની ટીમો અહીં માટે મોકલવામાં આવી છે જેથી કરીને ગુનેગારો સામે એક્શન લઈ શકાય અને આ પ્રકારના લોકોની ઓળખ કરી શકાય અને હિંસાને અટકાવવામાં મોટી મદદ મળી રહે.

 આ ઘટના બાદ કુકી સમુદાયે બે લોકોને ચુરચાંદપુર જિલ્લામાં હત્યા કરી દેવામાં આવી હતી હિંસાની ઘટના બાદ સીઆરએપ અધિકારીએ એક આંતરીક આદેશ બહાર પાડ્યો હતો અને 10 કંપનીઓને અંહિયા મોકલવામાં આવી હતી જાણકારી મુજબ આ ટીમમાં  એક સશત્ર સીમા બળ, એક ટ્રાઇબલ બોર્ડર પોલીસની ટીમનો સમાવેશ થાય છે.

અધિકારીએ આ ઘટનાક્રમ અંગે  કહ્યું કે હિંસાને જોતા વધુ દળોની જરૂર છે. જ્યાં સતત હિંસાના અહેવાલો છે અથવા જ્યાં તણાવ છે ત્યાં સૈનિકો તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો અથડામણને સંપૂર્ણપણે બંધ કરવી હોય તો બફર ઝોન પર દેખરેખ રાખવા માટે વધુ કર્મચારીઓની જરૂર છે.

રાજ્યમાં બગડતી પરિસ્થિતિને જોતા  વધારાના સુરક્ષા દળોની કંપનીઓ બોલાવવામાં આવી હતી. 5 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક આદેશમાં અધિકારીએ જણાવ્યું હતું કે હિંસા પછી, પાંચ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, ત્રણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સશાસ્ત્ર સીમા બલ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની એક-એક ટીમ હિંસાગ્રસ્ત રાજ્યમાં પહોંચી હતી.

માહિતી પ્રમાણે કેન્દ્રની આ ટીમો અહી અત્યતં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. ઉપદ્રવીઓને રોકવા માટે આ વધારાની સુરક્ષાકર્મીઓની જરુર પડી છે મણિપુરમાં મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં, મતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતુંઆ ઘટના બાદ અથડામણ શરૂ થઈ. ત્યારથી રાજ્યમાં ઓછામાં ઓછા 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે