Site icon Revoi.in

વિસનગરમાં ધૂળેટીના દિને ખેલાતું ખાસડાં યુદ્ધ, જુત્તા-ચપ્પલ એકબીજા પર ફેંકવાની પરંપરા

Social Share

મહેસાણા: રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઊજવણી થતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ધુળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ ખેલાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જુતા ફેંકે છે. સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસડાની જગ્યાએ  શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ પરંપરા અંગે માન્યતા છે કે, જેને ખાસડુ વાગે તેના માટે આખુ વર્ષ શુભ નીવડે છે. વિસનગરમાં આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલી આવે છે.

મહેસાણા જિલ્લાના વિસનગરમાં લોકો ધૂળેટીના પર્વની અનોખીરીતે ઊજવણી કરતા હોય છે. ધુળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઊજવવામાં આવે છે. વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે. જેને લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઊજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે. વિસનગરના મંડી બજારમાં યુવાનો ગૃપમાં એકબીજા પર ખાસડા ફેંકે છે. અને આ યુદ્ધ જોવા માટે શહેરના નાગરિકો ટોળેવળીને એકઠા થાય છે. હવે ખાસડાની  સાથે શાકભાજી પણ મારવામાં આવે છે.

વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યાર બાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. માન્યતા છે કે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેના સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજી એકબીજા પર ફેંકવામાં આવે છે. ધુળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જોકે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે