તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ
નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1979માં શરૂ થયેલી આ શાળા, અરૂણાચલ પ્રદેશની કન્યા-બાળકો માટે જ સમર્પિત પ્રથમ VKV છે. આ શાળા એક શાંત સુંદર ટેકરી પર આવેલી છે. વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ એટલે કે શારીરિક, માનસિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થિનીઓમાં છુપાયેલી પ્રતિભાઓનો સંપૂર્ણ વિકાસ થાય.
વિદ્યાર્થીઓની વહેલી સવારે 4.50 કલાકે સવાર પડે છે અને 5.25 કલાક સુધી હોસ્ટેલ ક્લીનિંગ એબ્લ્યુશન કરે છે. સવારે 5.30 કલાકથી 5.45 કલાક સુધી સવારની પ્રાર્થના કરે છે. 5.45થી 6.05 કલાક સુધી વિદ્યાર્થિનીઓ યોગા કરે છે. સવારે 6.05થી 6.50 સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 6.50થી 7.10 કલાક સુધી હોસ્ટેલ/વ્યક્તિગત સફાઈ કરે છે. 7.10થી 7.50 સુધી બ્રેકફાસ્ટ કરે છે. સવારે 8થી 2.20 કલાક સુધી સ્કૂલ ટાઈમ હોય છે.
આ દરમિયાન તેમને વિવિધ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. બપોરના 2.30થી 3.30 સુધી લંચબ્રેક આપવામાં આવે છે. જે બાદ 3.30થી 4.20 કલાક સુધી સ્કૂલનું હોમવર્ક કરે છે. 4.20 કલાકથી 5.10 કલાક સુધી વિવિધ ગેમ્સ રમે છે. 5.10થી 5.35 કલાક સુધી હોસ્ટેલ ક્લિનીક કરશે. સાંજના 5.35થી 5.45 કલાક સુધી નાસ્તો કરે છે. સાંજના 6 કલાકે પ્રાર્થના કરે છે. 6.20થી 7.15 કલાક સુધી અભ્યાસ કરવા બેસે છે. 7.15 કલાકથી 8 કલાક સુધી રાતનું ભોજન કરે છે. 8થી 8.15 કલાક સુધી મેડિકલ બાદ 8.15 કલાકથી 9.15 કલાક સુધી રાતના અભ્યાસ કરે છે. રાતના 9.30 કલાકે વિદ્યાર્થિનીઓ સુઈ જાય છે.