- પ.બંગાળમાં કેટલાક પ્રતિબંધ લાગુ
- કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય
- ઓમિક્રોનથી સૌ કોઈ પરેશાન
કોલકત્તા: દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાવાયરસના વધતા જતા કેસને કારણે તમામ રાજ્યોની સરકાર એક્શનમાં આવી છે. આવામાં પ.બંગાળની સરકાર દ્વારા પણ કેટલાક પ્રતિબંધને અમલમાં મુકવામાં આવ્યા છે. જાણકારી અનુસાર પ. બંગાળમાં 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કેટલાક પ્રતિબંધ અમલમાં રહેશે. મુખ્ય સચિવ એચના દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં લાગૂ કરેલા નવા નિયમોની જાણકારી આપતા કહ્યું કે આ તમામ પ્રતિબંધ 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
એચના દ્વિવેદીએ કહ્યું કે જોખમ રહિત કેટેગરી વાળા દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ ફરજિયાત રહેશે. જ્યારે આમાંથી 10 ટકા મુસાફરોનો આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે. 5 જાન્યુઆરીથી મુંબઈ અને દિલ્હીથી અઠવાડિયામાં ફક્ત 2 વાર સોમવાર અને શુક્રવારે ફ્લાઈટને આવવાની પરવાનગી આપવામાં આવશે. જ્યારે બ્રિટનથી કોઈ પણ ફ્લાઈટને આવવાની પરવાનગી નથી આપવામાં આવી.
આ ઉપરાંત રાજ્યમાં કેટલી જગ્યાએ અને કેટલી વસ્તુ પર પ્રતિબંધ રહેશે તેની જાણકારી આ પ્રમાણે છે કે લોકલ ટ્રેન સાંજે 7 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે, સરકારી અને પ્રાઈવેટ બન્ને ઓફિસ 50 ટકા સ્ટાફની સાથે કામ કરતા રહેશે, બાર અને રેસ્ટોરેન્ટને 50 ટકાની ક્ષમતાની સાથે રાતના 10 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી રહેશે.રાજ્યમાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગે ફક્ત જરુરી સેવાઓને પરવાનગી રહેશે.
આ ઉપરાંત તમામ શોપિંગ મોલ અને માર્કેટ રાતના 10 વાગ્યા સુધી અડધી ક્ષમતાની સાથે ખુલા રહેશે, સિનેમા હોલ અને થિયેટર્સને પણ 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી રહેશે, એક સમયમાં વધારેમાં વધારે 200 વ્યક્તિઓની સાથે મિટિંગ અને કોન્ફ્રેન્સ કરવાની પરવાનગી રહેશે અને જ્યારે ખાવામાં અને અન્ય જરૂરી સામાનોની હોમ ડિલીવરી પૂર્વ નિર્ધારિત સમય અનુસાર રહેશે.