- તુલસી અને અજમાના ઉકાળાનું સેવન ફાયદાકારક
- શિયાળામાં શરદી અને ખઆસીને મટાડે છે આ ઉકાળો
શિયાળાની સિઝન હવે શરુ થી ચૂકી છે આવી સ્થિતિમાં સવારે વહેલા જાગો તો ઘણા લોકોને શરદીની અસર જોવા મળે છે, તો કેટલાક લોકોને રાતનું હવામાન માફક આવતું નથી અને નાક ગરવા લાગે છે નાકમાંથી પાણ ીવહેવા લાગે છે, તો કેટલાક લોકોને ગળાની ફરીયાદ રહે છે સરવાળે અનેક લોકો શિયાળામાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે આવી સ્થિતિમાં તમારા ઘરમાં તુલસી અને અજમો જરુર રાખો તેના ઉપાયથી તમે તમારી દરેક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
આ રીતે બનાવો ઉકાળો
તુલસી- અજમાનો ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ એક ચમચી સૂકા અજમા બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ સવારે 4 થી 5 તુલસીના પાનને અજમાવાળા પાણીમાં નાખીને બરાબર ઉકાળો. હવે એક ગ્લાસમાં આ ઉકાળાનું પાણી ગાળી લો અને થોડુ ઠંડુ પડે એટલે તેને પી જાવ
દરરોજ સવારે આ ઉકાળો પીવામાં આવે તો શરદી મટે છે,ગળાની ખરાશ અને દુખાવો દૂર થાય છે સાથે જ જો કફ જામી ગયો હોય તો તે કફ પણ છૂટો પડી જાય છે. નાક ગરતું પણ બંધ થી જાય છે. ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. તેનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.અડધો ગ્લાસ ઉકાળો તમે રોજ પીશો તો વાંધો નહી આવે.અજવાઈનનું સેવન કરવાથી મેટાબોલિઝમ સારું રહે છે. બીજી તરફ, તુલસી શરીર માટે કુદરતી ડિટોક્સ તરીકે કામ કરે છે.
અજમાનું સેવનથી ગેસ્ટ્રિકની સમસ્યાને દૂર કરીને પાચનક્રિયા સારી રહે છે. બીજી તરફ, તુલસી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અજમા નું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જેના કારણે ચરબી ઓછી થવા લાગે છે. બીજી તરફ તુલસીનું સેવન કરવાથી એસિડિટી, પેટમાં બળતરા જેવી સમસ્યા દૂર થાય છે, સાથે જ શરીરનું પીએચ લેવલ પણ જળવાઈ રહે છે.
તુલસી થાઇમોલ હોય છે, જે કેલ્શિયમને તમારા હૃદયની રક્ત વાહિનીઓમાં પ્રવેશતા અટકાવે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. બીજી તરફ, તુલસીના પાન શરીરના મેટાબોલિક રેટને વધારીને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.