શિયાળામાં જો તમે સાંજે જીમમાં વર્ક આઉટ કરો છો, તો ઘરે આવીને આ બાબતોનું ચોક્કસ રાખજો ધ્યાન ,નહી તો તમારી મહેનત જશે બેકાર
- સાંજે જીમમાં જતા હોવ તો કેટલીક બાબતોનું રાખો ધ્યાન
- રાત્રે જમવામાં હળવો જ ખોરાક લેવો
શિયાળો આવી ગયો છે ત્યારે અનેક લોકો સોંજે જીમમાં જતા હોય છે સવારે સમય અન ુકળ ન હોવાને કારણે અને ઠંડીના કારણે યુવાવર્ગ સાંજે જીમ જવાનું વધુ પદંદ કરે છે,પમ જો સાંજે જીમ કરીને ઘરે આવે ત્યારે તેમણે કેટલીક બાબતો ચોક્કસ મગજમાં બેસાડી દેવી જોઈએ નહી તો જીમમાં કરેલી તમારી મહેનત બેકાર થઈ શકે છે.
જીમમાં થી લેટ આવીને જમાવાના કારણે જમવાનું બરાબર પચતુ નથી છેવટે ગેસ,અપચો અને પાચન ન થવાની સમસ્યા સર્જાય છે,જેથી જો તમે જીમ કરીને લેટ આવો છો તો ત્યાર બાદ જમવાનું તદ્દન હળવું કરો,
રાત્રો મોડું થવાના કારણે તમે લેટ જમો છો જેથી પેટભરીને જમી લેતા હોવ છે પરિણામે જમીને તરત જ સુવાનો ટાઈમ થાય છે છેવટે તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે અને કઠણ થવા લાગે છે ગેસથી પેટ ફુલવા લાગે છે,જીમ કરવાથી શારિરીક તકલીફ દૂર કરવાને બદલે વધવા લાગે છે.જેથી જમીને ઘીરે ઘીરે ચાલવાનું રાખો
કેટલાક એવા યુવકો સાથે વાતચીત કરી કે જેઓ લેટ જીમ જાય છે અને 10 થી 10 30 વાગ્યા સુધી ઘરે આવે છે,તેઓ બાયસેપ બનાવામાં સફળ રહે છે પણ તેમનું પેટ બહાર નીકળતું જોવા મળે છે. અને તેનું કારણ જમવાનો સમય ખોરવાવો અથવા તો પથી પેટ ભરીને રાત્રે લેટ જમવું અને પછી સુઈ જવું તેનાથી અનેક સમસ્યાઓ થાય છે.