Site icon Revoi.in

યમનમાં રમઝાન માસમાં સહાય વિતરણ કરતા વખતે લોકોની ભાગદોડ મચી, 80 લોકોના થયા મોત

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં  હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે, ખાસ કરીને ઈસ્લામિક દેશોની જો વાત કરવામાં આવે તો  અહી ધૂમધામ પૂર્વર આ માસ ઉજવાઈ ર હ્યો છે ,ગરિબોને ખોરાક સહીતનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ યમનમાં રમઝાન માસ મોતનો કોળીયો બની ગયો છે,અહી ફૂડ વિતરણ દરમિયાન લોકોની ભાગદોડ મચી હતી અને 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટના યમનની રાજધાની સનામાં બુધવારે મોડી રાત્રે બની હતી, નાણાકીય સહાય વિતરણ કરવાના કાર્યક્રમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 85 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા

આ બાબતને લઈને હુથીના એક અધિકારીએ આ જાણકારી આપી. હુથી સંચાલિત ગૃહ મંત્રાલયના જણાવ્યું કે ઓલ્ડ સિટીમાં વેપારીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સેંકડો ગરીબ લોકો એકઠા થયા હતા જ્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી.અને લોકોના જીવ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ઈદને હવે 2 દિવસની વાર છે ત્યારે ગરિબલોકોને લોકો સહાય આપવા એકઠા કરી રહ્યા હોય છે આવી જ રીતે સનામાં ગરીબ લોકો માટે સહાય વિતરણ કરવામાં આવતા ભાગદોડમાં આ ઘટના બની છે.

આ સાથે જ કેટલાક લોકોએ આરોપ લગાવ્કેયો છે કે  નાણાંનું વિતરણ કરવાની ઘટના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન વિના આયોજિત કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા એહવાલ પ્રમાણે મોટી સંખ્યામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ અકસ્માતમાં 85 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. જ્યારે ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ છે.