અમદાવાદઃ વિજ્ઞાન દ્વારા વિકાસ માટે પ્રવૃત્ત રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાન ભારતી ગુજરાત પ્રાંતની સંસ્થા વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023 (GVS 2023) હાલ યોજાઈ રહ્યું છે. તા. 28મી ફેબ્રુઆરી સુધી યોજનારા આ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો જેવા કે 10 જેટલી ઓનલાઇન સ્પર્ધા, વિજ્ઞાન વર્કશોપ, કોન્ફરન્સ તથા વિજ્ઞાન ગુર્જરી વિક્રમ સારાભાઇ બેસ્ટ Phd thesis યોજાશે. આ અંગે જીવીએસ 23ના ઇવેન્ટ કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ બોરીસાગરએ જણાવ્યું હતું કે, GVS 23નું ઉદ્ઘાટન સાલ ઓડિટોરિયમ હોલ, સાયન્સ સીટી સામે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં સવિશેષ મહેમાનો નિલેશ દેસાઈ, ડાયરેક્ટર ઈસરો, ડો. અનિલ ભારદ્વાજ ડાયરેક્ટર, પી આર એલ, પ્રો. રામા શંકર દુબે, માનનીય વાઇસ ચાન્સેલર, સેન્ટ્રલ યુનિવર્સિટી, ગુજરાત, પ્રોફ. શૈલેન્દ્ર શરફ, ડાયરેક્ટર, NIPER, જીતેન્દ્ર વાદર, GAS, Executive Director, સાયન્સ સિટી, ડૉ. સુધીર ભદોરિયા, SG, VIBHA, ડો ગીરીશ ગોસ્વામી, ડાયરેક્ટર, RMS, ભાવનગર, ડૉ. વિદ્યાધર વૈદ્ય, પ્રોફ. ચૈતન્ય જોષી, વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ, ઉપસ્થિત રહીને આ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા અને જીવીએસની પ્રવૃત્તિને બિરદાવી, ભવિષ્યમાં તમામ પ્રકારના સહયોગ કરવા માટેની શુભ લાગણી વ્યક્ત કરી હતી તથા ગુજરાતમાંથી આવેલા રિસર્ચર, Educationalist, scienctist, સ્ટુડન્ટ્સ સહિત 950થી વધારે લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિજ્ઞાન ગુર્જરીના સભ્યો દ્વારા વિજ્ઞાનના 843 જેટલા પુસ્તકો જેની અંદાજિત કિમત 4 (ચાર) લાખ જેટલી છે અને તેની પુસ્તક તુલા કરવામાં આવી હતી આ પુસ્તક વિવિધ કોલેજોને/સાયન્સ સિટીની લાઇબ્રેરીમાં ભેટમાં આપવામાં આવશે. ઉદ્ઘાટન બાદ સાયન્સ સિટીના ઓડિટોરિયમમા વિજ્ઞાન કવિ પ્રિ. મનસુખ નારીયા દ્વારા સાયન્સ પોએટ્રી રાઇટીંગ વર્કશોપ યોજાયો હતો. જેમાં 110 જેટલા વ્યકિત જોડાયા હતાં અને “વિજ્ઞાન કવિ સંમેલન”નું આયોજન થયું હતું.
વિજ્ઞાન ગુર્જરીના પ્રમુખ ચૈતન્ય જોષી, વિદ્યાધર વૈધના માર્ગદર્શન હેઠળ જીગ્નેશ બોરીસાગરના સંકલનથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ગુજરાત ભરના અનેક કાર્યકરો રસ પૂર્વક જોડાયા હતા. આ સાથે કાર્ટુન વર્કશોપ સાયન્સ સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમા સ્કૂલ, કોલેજ ના આશરે 190થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સાયન્સ સિટી, GBRC, DST, SSIP, GTU, SAL Education, ihub, આંબેડકર ઓપન યુનિવર્સિટી, HNGU, GIDC, SDAU, INDUS યુનિવર્સિટી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. GVSમાં પ્રાથમિક શાળાના યુનિવર્સિટી સુધીના વિદ્યાર્થીઓ, શિક્ષકો પ્રાધ્યાપકો, વિજ્ઞાન સંશોધકો, અને કોઈપણ વિજ્ઞાન રસિકો ભાગ લઈ શકે તે મુજબ વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે, અને જેમા workshop અને પ્રતિયોગિતા નિશુલ્ક રાખવામા આવી છે. જેમાં રાજ્યભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા છે.