અમદાવાદમાં આર્ટ ગેલરી ગુફામાં “THE KENVA ART EXHIBIT”નું ઉદ્દઘાટન
અમદાવાદઃ શહેરમાં જાણીતી આર્ટ ગેલરી ગુફામાં “THE KENVA ART EXHIBIT”નું ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગ્રે જાણીતા શિક્ષણવિદ્દ જયદેવસિંહ એસ.સોનગરા, સેંટ ઝેવિયર્સ કોલેજના અંગ્રેજી વિભાગના હેડ ડો. સૌરભ વૈષ્ણવ, જાણીતા ચિત્રકાર વિનોદ પટેલ અને વિવિધ સમાજીક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યાં હતા.
કુમારી કેના સહદેવસિંહ સોનગરાએ કોરોનાકાળ દરમિયાન ક્વોલીટી ટાઈમનો ઉપયોગ કરી શિક્ષણની સાથે ઉત્તમ કલાકાર જેવા ચિત્રોનું સર્જન કર્યું હતું. પ્રદર્શનમાં કાગળ અને કેન્વાસ ઉપર પેન્સિલ અને પેસ્ટલ કલરનો ઉપયોગ કરી ચિત્રોથી વિવિધ સંદેશ આપવામાં આવ્યાં છે. આટલી નાની વયમાં સ્વતંત્ર પોતાના જ ચિત્ર સંગ્રહનું પ્રદર્શન કરનારી કુમારી કેના આ ગેલેરીમાં પ્રથમવાર છે. પ્રદર્શન 3 જુલાઈ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. આ કલાકારનો માત્ર આઠ વર્ષની ઉંમરમાં જ તેના ચિત્ર માટે પરવરીશ પુસ્તકના મુખપુષ્ઠ ઉપર તેનો ફોટો છપાયો હતો. છ વર્ષની વયે જ ચિત્રકળા માટે રાજ્ય કક્ષાએ પ્રોત્સાહન ઈનામો મળેલા છે. ઉત્તમ ચિત્રકલાની સાથે શૈક્ષણિક રીતે પણ શ્રેષ્ઠ પ્રદર્શનનું આ સમન્વય છે. ઉગતા કલાકારો અને નાની ઉંમરના બાળકો માટે આ એક પ્રદર્શન ઉદાહરણીય બની રહેશે.