Site icon Revoi.in

યુપીના ચિત્રકૂટમાં જાનમાં ફાયરિગં કરવાની ઘટના – 4 લોકોને ગોળી વાગતા બેના થયા મોત

Social Share

લખનૌ – આજકાલ હવે જાનમાં ગોરીબાળ કરવાની ઘટનાઓ વધતી રહી છે આવી સ્થિતિમાં લોકો ખોટો દેખાડો કરવા માટે હવામાં ફાયરિંગ કરતા હોય છે, ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં ગઈકાલે રાત્રે એક લગ્ન સમારંભમાં પણ આવીજ ઘટના બની હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટના રાજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી , જ્યાં શાદી સમારોહના એક કાર્યક્રમમાં હર્ષોુલ્લાસ માટે કરવામાં આવેલા ગોળીબારનમાં ચાર લોકોને ગોળી વાગી હતી. જેમાં બે લોકોના મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાયપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇટાવા મહુલિયા ગામમાં જાન આવી હતી. મોડી રાત્રે જયમાલાના સમયે રામ લખન અને રામકરણ યાદવે હર્ષ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળીઓના ગડગડાટથી આખું ગામ ગભરાઈ ગયું હતું. ત્યાં સ્થિત ગ્રામજનોએ જણાવ્યું કે લગભગ 15 મિનિટ સુધી ભીષણ ગોળીબાર થયો. બાદમાં સ્પર્ધાના કારણે રામ લખન અને રામકરણે એકબીજાને ગોળી મારી દીધી હતી.

રાજાપુર પોલીસે જણાવ્યું કે આ ઘટના છૈબો ગામમાં હર્ષ ફાયરિંગ દરમિયાન બની હતી. બંદૂકમાં કારતુસ લોડ કરતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે.