પંજાબના તરન તારન પોસીલ સ્ટેશન પર રોકેટ વડે હુમલો કરવાની ઘટના – પોલીસ તપાસ હાથ ઘરી
- પંજાબમાં રોકેટ હુમલાની ઘટના
- તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર હુમલો
ચંદિગઢઃ- પંજાબના તરનતારનમાંથી રોકેટ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવાની ઘટના બની છે.
પ્રાપ્ત વધુ વિગત પ્રમાણેસરહાલી પોલીસ સ્ટેશન અમૃતસર-ભટિંડા નેશનલ હાઈવે પર આવેલું છે. ત્યા આ રોકેટ લોન્ચરથી હુલો કરવામાં આવ્યો છે ત્યારે હવે ઘટનાને લઈને પોલીસે હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના અંગે એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.જેથી કરીને ઘટના અંગે વઘુ વિહત જાણી શકાય, જો કે આ ઘધટનામાં કોઈ જાનમાલનું નુકશાન થયું નથી તે એક રાહતની વાત છે.
હાલ આ હિમલા અંગે કોઈ જાણકારી મળી નથી.આ ભયંકર હુમલો કોણે કર્યો અને હુમલાખોરનો હેતુ શું હતો તે અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી હુમલાની જવાબદારી લેવા માટે હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રારંભિક બાબતમાં એટલું કહીશકાય કે આ હુમલો પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવવા માટે કર્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા પ્રમાણે, રાતે એક વાગે પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ પર રોકેટ લોન્ચરથી અટેક કર્યો હતો.ત્યાર બાદ અહી હાજર લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.