બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓની ઘટના, ઈસ્કોન દ્વારા વિશ્વના 150 દેશોમાં પ્રદર્શન
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો
- વિશ્વના દેશોમાં બન્યો ચર્ચાનો મુદ્દો
- હિન્દુઓએ અન્ય દેશોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો
દિલ્હી :બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ સલામત નથી તેના અનેક પ્રકારના પુરાવાઓ મળ્યા છે. આવામાં છેલ્લા કેટલાક દિવસોમાં હિન્દુઓને નિશાન બનાવીને બાંગ્લાદેશના હિન્દુ વિરોધી તત્વો હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. હવે આ વાત વિશ્વના 150 દેશોથી વધારે દેશોમાં પહોંચી અને આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે વિશ્વના અનેક દેશોમાં હિન્દુઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.
તે વાત પર પણ ધ્યાન આપવું જરૂરી કે ઈસ્કોન દ્વારા 23 ઓક્ટોબરે દેખાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ પર થયેલા હુમલા બાદ આખી દુનિયામાં બાંગ્લાદેશનો ફજેતો થયો છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા અને ઈસ્કોન મંદિર સહિતના મંદિરો પર થયેલી તોડફોડ વચ્ચે ઈસ્કોન દ્વારા આખી દુનિયામાં આ હુમલાઓ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે.
આ દરમિયાન નોઆખલીમાં ઈસ્કોન મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો અને મંદિરમાં તોડફોડ પણ કરી હતી. દુનિયાના 150 દેશોમાં 700 ઈસ્કોન મંદિરો ખાતે ભાવિકો દ્વારા દેખાવો થયા છે. કોલકાતામાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ છે