તમારા ખોરાકમાં સામેલ કરો છોતરા વાળી અળદની દાળ, અનેક ગુણોથી છે ભરપુર જાણો તેને ખાવાના ફાયદાઓ
આમ તો દાળ કઢોળ અનેક ગુણોથી ભરપુર છે, ડોક્ટર્સથી લઈને વડિલો ખોરાકમાં મોટે ભાગે દાળ કઠોળ ખાવાની સલાહ આપે છે,જે આપણાને હેલ્ધી પણ રાખે છે જે રીતે આખા અળદ ખાવાથી અનેક લાભ થાય છે તેજ રીતે છોતરા વાળી અળદની દાળનો ખોરાકમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે તો ચાલો જાણીએ છોતરાવાળી અળદની દાળમાં રહેલા અનેક ગુણો અને તેનાથી આરોગ્યને થતા ફાયદાઓ વિશે
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અડદની દાળના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને શરીરનો થાક પણ તે દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
અળદની દાળનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહો છો અને શરીર સક્રિય રહે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ફોલેટ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ઝિંક જેવા અનેક પ્રકારના પોષક તત્વો સમાયેલા હોય છે.
જો આ દાળની વાત કરીએ તો તમે તેને આહારમાં રોટલી સાથે કે રાઈસ સાથે બનાવીને સામેલ કરી શકો છો. તેના સેવનથી પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે હૃદય પણ સ્વસ્થ રહે છે. છોતરા વાળી અડદની દાળના પોષક તત્વો તમામ કઠોળ ફાયદાકારક છે, પરંતુ અડદની દાળ ખાસ છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.
અડદની દાળ ખાવાના ફાયદા અડદની દાળના સેવનથી બ્લડ સુગર કંટ્રોલ થઈ શકે છે. શુગરના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આ દાળમાં ફાઈબર મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓની ઘણી સમસ્યાઓ દૂર કરે છે.
આ દાળમાં ફાઈબર હોવાના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ અને એસિડિટીથી રાહત આપે છે. તેનું સેવન કરવાથી શરીરના ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
આ સહીત અડદની દાળ શરીરને એનર્જી આપે છે. આ દાળ ખાવાથી શરીરના તમામ અંગોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળે છે. અડદની દાળ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. તે પિમ્પલ્સ અને ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.