- ફણસીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- ફણસી ખાવાથી અનેક બમારીમાં મળે છે રાહત
સ્વાસ્થ્ય માટે ડોક્ટરની સલાહ હોય છે કે દરેક લોકોએ પોતાના ખોરાકમાં શાકભઆજીનો સમાવેશ કરવો જોઈએ કારણ કે શાકભાજી એવો ખાદ્ય પ્રદાર્થ છે કે જે તમારા શરીરને જરુરી એવા તમામ પોષક તત્વો પુરા પાડે છે જેને લઈને તેના સેવનથી ઘણી બધી બિમારીઓનો નાશ થી શકે છે અને આરોગ્ય તંદુરસ્ત રહી શકે છે.આજે વાત કરીશપું ફણસીની જે ઘણા લોકોને નથી ભઆવતી હોતી જો કે તેનો ઉપયોગ શાકથી લઈને સલાડથી લઈને પુલાવ જેવી અવનવી વાનગી માં કરવામાં આવતો હોય છે.
જાણો ફણસી કંઈ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
- ફણસીનું સુપ પીવાથી શરદી જેવી બીમારીઓમાં રકાહત મળે છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન એ અને બી પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે.
- ફણસીમાં અનેક પ્રકારના મિનરલ્સ જેમ કે આયર્ન, પોટેશિયમ, કોપર, બીટા કેરોટીન તેમજ પ્રોટીન ભરપૂર માત્રામાં સમાયેલા હોય છે
- ફણસીમાં કેલ્શિયમની માત્રા હોવાથી તે હાડકાઓને મજબૂત બનાવવાનું કામ કરે છે, તે ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ ખોરાક ગણાય છે.
- ફણસીમાં ડ્રાયટી ફઆયબર અને કેલેરીની માત્રા ઓછી હોવાથી જે લોકો વજન ઉતારવા માંગે છે તેમના માટે તે બેસ્ટ ઓપ્શન છે
- ફણસીમાં રેહલું સ્ટાર્ચનું પ્રમાણ શરીરને મોટા પાયામાં ઊર્જા પુરી પાડે છે.
- એનર્જીનો ભરપુર સ્ત્રોત ફણસીને ગણવામાં આવે છે, સવારે તેનું સૂપ પીવાથી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે