Site icon Revoi.in

ઠંડીની સિઝનમાં આહારમાં સામેલ કરો લીલાપાન વાળી ભાજી, આરોગ્યને થાય છે અઢળક ફાયદાઓ

Social Share

 

શિયાળો એટલે શાકભાજી ખાવાની ઋુતુ આ સિઝનમાં લીલા શાકભાજીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છએ જેમાં જો ભાજીઓની વાત કરીએ તો પાલકની ભાજી, તાંદળજાની ભાજી, મેથીની ભાજી, સુવાની ભાજી, મૂળાની ભાજી આ તમામ ભાજીઓ પોત પોતાના આગવા ગુણ ઘરાવે છે,જે દરેક રીતે શરીરને ઉપયોગી ગુણ છે જે શરીરને હેલ્ધી રાખે છે. તો ચાલો જાણીએ કઈ ભાજી ખાવાથી કયા ગુણો મળે છે.

મેથીની ભાજી

મેથીની ભાજીમાં પ્રોટીન, આયરન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન સી, નિયાસિન ઉપરાંત મેગ્નેશિયમ, સોડિયમ, ફોલિક એસિડ, કોપર, ઝિંક વગેરે પોષકતત્વો ભરપુર માત્રામાં મળે છે. જે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને અપચો તેમજ પેટની સમસ્યાઓમાં માટે ગુણકારી છે.

પાલક ની ભાજી

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

તાંદળજાની ભાજી(ચોલાઈ)

આ ભાજીમાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ, વિટામીન-એ, મિનરલ વગેરે પ્રચુર માત્રામાં હોય છે. તેને ડાયેટમાં સામેલ કરીને તમે વિટામીનની ઉણપ દૂર કરે છે.આ સાથે જ ષરીમાં તે કફ, પિત્ત વિકારને દુર કરીને તે પેટની અને કબજિયાતની સમસ્યાઓને મટાડે છે.
મૂળાની ભાજીનો રસ બનાવીને પી શકાય છે. મૂળાની ભાજીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ તેમજ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

મૂળાની ભાજી

આ પાનનમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે. જે દરેક વ્યક્તિના પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળાની ભાજીમાંથી બનેલો રસ પીવાથી પાચન શક્તિ સારી થાય છે.વજન ઓછું કરવા માંગો છો તો મૂળાની ભાજીનો રસ દરેક માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હા, તમે મૂળાના પાનમાંથી બનાવેલો રસ પીશો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. મૂળાની ભાજીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ સાથે જબ્લડ પ્રેશરની સમસ્યા હોય તો લો બ્લડ પ્રેશરના દરેક દર્દી માટે મૂળાના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.