- ખાંડની જગ્યાએ ખાવ દેશી ખાંડ
- સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ
- દેશી ખાંડ પોષક તત્વોથી ભરપૂર
ગળપણ વગર કોઇ પણ ખુશીની વાત અધુરી લાગે છે. આપણે રોજીંદા જીવનમાં ચા કોફીમાં ગળપણ માટે ખાંડ(Sugar)નો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં, કોઈપણ શુભ કાર્યથી લઈને તહેવારમાં ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. પરંતુ ખાંડનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.આવી સ્થિતિમાં સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દેશી ખાંડનો ઉપયોગ કરી શકાય છે. આજે ભલે મોટાભાગના લોકોના ઘરમાં ખાંડનો ઉપયોગ થવા લાગ્યો હોય, પરંતુ પહેલાના સમયમાં ઘરોમાં લોકો દેશી ખાંડનો જ ઉપયોગ કરી મીઠાઇઓ બનાવતા હતા. તેનાથી પકવાનોની મીઠાસ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ દેશી ખાંડ શું છે અને તેના ફાયદાઓ વિશે.
દેશી ખાંડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દેશી ખાંડમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય છે. પરંતુ તે મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન્સથી ભરપુર હોય છે. દેશી ખાંડ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે.
તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. દેશી ખાંડ બનાવવા માટે શેરડીના રસને લગભગ 3 દિવસ સુધી સતત હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને હાઇ સ્પીડ મશીનમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને પાણી અને દૂધથી સાફ કરવામાં આવે છે. આ રીતે બ્રાઉન કલરનો પાવડર તૈયાર કરવામાં આવે છે.
ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓને મીઠી વસ્તુઓ ખાવાનું મન થાય છે. તેમના માટે મીઠી વસ્તુઓ નુકસાનકારક હોય છે. ખાંડના કારણે શુગર લેવલ વધુ અને ઓછું થતું રહેતું હોય છે. જેનાથી અનેક બીમારીઓ થવાનો ભય રેહતો હોય છે.તેથી ખાંડને બદલે દેશી ખાંડનો ઉપયોગ કરવો વધુ સારું છે.
ખાંડમાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત રહે છે.
દેશી ખાંડમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે કબજિયાત અને અપચો દૂર કરવામાં મદદ કરે છે. દેશી ખાંડ પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
દેશી ખાંડ આયર્નથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી એનિમિયાની ઉણપની સમસ્યા દૂર થાય છે. શરીરમાં લોહીનો અભાવ પૂરો કરવામાં ખાંડ મદદરૂપ થાય છે.