- આરોગ્ય માટે પ્રોટિન જરુરી
- પ્રોટીનની કમી થી હાડકાઓ નબળા પડે છે
આપણા આરોગ્ય માટે વિટામિન્સ , પ્રોટીન અને પુરતા પોષક તત્વોની જરુર હોય છે, આજે વાત કરીશું આપણે પ્રોટીન વિશે, આપણા શરીરમાં કેટલીક બિમારી કે કેટલીક ઉણપ હોય છે જે પ્રોટીનના અભાવથી સર્જાય છે, શરીરમાં અનેક કાળજી માટે પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે,તેને માંસપેશીઓના વિકાસ સાથે જોડી દીધું છે. જોકે, પાચનની ક્રિયાથી લઈ માંસપેશીઓના સંશ્લેષણ સુધી પ્રોટીનના ઘણા લાભ જોવા મળે છે. આપણા શરીરનું આ અનિવાર્ય પાસું આપણા આહારનો અનિવાર્ય ભાગ છે. સ્વાસ્થ્ય જીવન જીવવા તે મહત્વનો ભાગ છે.
વેઈટ લોસ કરના પ્રોટીનની જરુરઃ– જ્યારે તમે વેઈટ લોસ કરવા ઈચ્છતા હોવ ત્યારે પ્રોટીનની પુરતા પ્રમાણમાં જરુર પડે છે, જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન લેતા હોઈએ ત્યારે શરીર સ્નાયુને મજબૂર તકપું નથી. જેના પરિણામે ફેટ ઓગળવાની જગ્યાએ સ્નાયુ ઓગળે છે. પ્રોટીન ઓછું હોય તો તમારા શરીરમાં એનર્જીનું પ્માણ ઘટતું જોવા મળે છે.
તમારા સ્વભાવ માટે પ્રોટીનનું મહત્વઃ– શરીરમાં જો પ્રોટીનનું પ્રમાણ ઓછુ હોય તો તમારા સ્વભાવ પર તેની સીધી અસર પડે છે, પ્રોટીનની ઉણપની સમસ્યા ચીડિયાપણું અને બ્રેઇન ફોગ સાથે જોડાયેલ છે. આપણા મૂડ માટે હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટરના સંશ્લેષણમાં પ્રોટીન નિર્ણાયક હોય છે
હાર્ડ વર્કઃ- ખાસ મહેનત કરવા માટે ખાસ પોષક તત્વની જરૂર પડતી હોય છે. જ્યારે પણ ઓછું પ્રોટીન મળે ત્યારે શરીરમાં શર્કરાનું સ્તર ઘટાડી દે છે.ઊર્જાનું પ્રમાણ જળવાી રહે માટે પ્રોટીન જરુરી છે.
હાડકાઓને સ્ટ્રોંગ બનાવવા માટેઃ- આમ તો હાડકાઓ માટે કેલ્શિયમ જરુરી હોય છએ પરંતુ તેમાં અડધી આવશ્યક્તા પ્રોટીનની હોય છે, જેથી હાડકાઓને મજબૂત બનાવવા માટે પ્રોટીનની જરુર હોય છે.
પ્રોટીન આપણી સ્કિન માટે જરુરીઃ– તમારી ત્વચા, વાળ અને નખ મુખ્યત્વે પ્રોટીનથી બનેલા છે. જેથી પ્રોટીનની ઉણપ તેના પર અસર કરે છે. પ્રોટીનની ઉણપથી સ્કિન લાલાશ, ત્વચામાં તિરાડોનું પડવી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તેથી ત્વચાને સુંદર બનાવવા પ્રોટીનની જરુર છે